Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિલેશ મામલે હાર્દિક પટેલ આપી રાજ્ય સરકારને ચમકી

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

નિલેશ મામલે હાર્દિક પટેલ આપી રાજ્ય સરકારને ચમકી

નિલેશ મામલે હાર્દિક પટેલ આપી રાજ્ય સરકારને ચમકી

રાજદ્રોહના ગુના હેઠળ પકડાયેલા નિલેશ એરવાડિયાને 5 દિવસમાં છોડી દેવાનું અલ્ટીમેટમ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ આપ્યું છે. હાર્દિક રાજ્ય સરકારને ચિમકી આપતા કહ્યું છે કે જો નિલેશને 5 દિવસમાં નહીં છોડાય તો તે આંદોલનો કરશે.

શંકર ચૌધરીના બોગસ ડિગ્રી મામલે હાઇકોર્ટે નોટિસ ફટકારી

શંકર ચૌધરીના બોગસ ડિગ્રી મામલે હાઇકોર્ટે નોટિસ ફટકારી

ભાજપના નેતા શંકર ચૌધરીની મુસીબતો વધી છે. બોગસ ડિગ્રી પ્રકરણે હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં જજે ઇલેક્શન કમિશન, રાજ્ય સરકાર અને શંકર ચૌધરી આ અંગે નોટીસ ફટકારી જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે શંકર સિંહ પર વર્ષ 2011માં ધોરણ 12 પાસ અને એક જ વર્ષમાં એટલે કે વર્ષ 2012માં એમબીએ ડીગ્રી મેળવી આ રીતે બોગસ ડિગ્રી ધરાવાનો આરોપ છે.

જીએમડીસી ગ્રાઉન્ડ પર વાઇબ્રન્ટ નોરતાની તૈયારીઓ

જીએમડીસી ગ્રાઉન્ડ પર વાઇબ્રન્ટ નોરતાની તૈયારીઓ

આજથી શરૂ થતી નવરાત્રિ માટે જીએમડીસી ગ્રાઉન્ડ પર વાઇબ્રન્ટ નોરતાની જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આજે સાંજે 7 વાગે મુખ્યમંત્રી આનંદીબેન આ વાઇબ્રન્ટ ગરબાનું ઉદ્ધાટન કરી શરૂઆત કરશે.

વડોદરામાં પણ નવલી નવરાત્રિના વધામણાં

વડોદરામાં પણ નવલી નવરાત્રિના વધામણાં

તો બીજી તરફ વડોદરામાં પણ નવરાત્રિની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. આજથી નવરાત્રીની શરૂઆત થવાની છે ત્યારે નવરાત્રીનો જોશ જોવા જેવો હતો.

સુરજકરાડી ગામે ઘરમાંથી ચોરોએ કરી એક કરોડની ચોરી

સુરજકરાડી ગામે ઘરમાંથી ચોરોએ કરી એક કરોડની ચોરી

દ્વારકામાં આવેલ સુરજકરાડી ગામની જય અંબે સોસાયટીમાંથી એક બંધ ઘરમાંથી ચોરો 6 લાખ કેશ અને સોના-ચાંદીના દાગીના સાથે આશરે 1 કરોડ રૂપિયાની ચોરી કરી છે. દ્વારકાના બીજેપી ધારાસભ્ય મણેકલાલના વેવાઇ એવા હાથીભા જામને ઘરે જ્યારે આ ચોરી થઇ ત્યારે તે તેમના પરિવાર સાથે બહારગામ હતા.

કચ્છના કોંગો ફિવરએ 6 લોકો પ્રાણ લીધા

કચ્છના કોંગો ફિવરએ 6 લોકો પ્રાણ લીધા

કચ્છમાં ધીરે ધીરે કોંગો ફિવર મહામારીની રૂપ લઇ રહ્યો છે. આ બિમારીથી અત્યાર સુધી 10 દર્દીઓમાંથી 6 લોકોની મોત થતા, તંત્ર સાબદૂ થયું છે. ત્યારે સોમવારે, મંત્રી તારાચંદ છેડાની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત ખાતે એક બેઠક યોજી આ અંગે યોગ્ય પગલા લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પોરબંદરમાં વિકલાંગ બાળકો ઉજવી અનોખી નવરાત્રી

પોરબંદરમાં વિકલાંગ બાળકો ઉજવી અનોખી નવરાત્રી

સોમવારે, પોરબંદરમાં શિશુકંજ સંસ્થા દ્રારા માનસિક રીતે વિકલાંગ બાળકો માટે એક ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આ બાળકો સંગીતના તાલે જૂમી માં અંબાની આરાધના કરી.

અમદાવાદમાં પોલિસકર્મીઓનું એસોસિયેશન બનાવાની માંગ

અમદાવાદમાં પોલિસકર્મીઓનું એસોસિયેશન બનાવાની માંગ

સોમવારે, અમદાવાદમાં પોલિસકર્મીઓએ આઇપીએસ વિપુલ વિજોય બંધક બનાવાના પ્રકરણ બાદ પોલિસ કર્મચારીઓનું એસોસિયેશન બને તેવી માંગ સાથે ડીજીપી નરેશ ભટ્ટને રજૂઆત કરી હતી.

મામલતદારની જોહુકમી સામે વિજયનગર તાલુકામાં બંધ

મામલતદારની જોહુકમી સામે વિજયનગર તાલુકામાં બંધ

સોમવારે, વિજયનગર તાલુકાના મામલતદારના વિરોધમાં ક્રોંગ્રેસ અને સરપંચો દ્વારા જાહેર કરવામાં બંધ સફળ રહ્યું. આ આખો વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે વિજયનગરના મામલતદાર વી.આઇ. પ્રજાપતિ તેમની પાસે વિવિધ કામોથી આવતા ખેડૂતો, વાલી, ટેમ્પો ચાલકોને ખોટી રીતે હેરાન કરે છે.

જૂનાગઢમાં બીજેપી-બીજેપી આમને સામને

જૂનાગઢમાં બીજેપી-બીજેપી આમને સામને

રાજ્યની બીજેપી સરકાર સામે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મસરુએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે જૂનાગઢના વિકાસના નક્શા અને ખેડૂતોની ફળદ્રુપ જમીનના સંપાદન સામે રાજ્ય સરકારની નિતીઓનો વિરોધ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X