ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

હાર્દિક પટેલને મળી રહી છે જાનથી મારવાની ધમકી, ફરિયાદ દાખલ

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સીએમ વિજયભાઈ રૂપાણીએ VVIP પરંપરાને તોડી

સીએમ વિજયભાઈ રૂપાણીએ VVIP પરંપરાને તોડી

ટ્રાફિક સિગ્નલ પર સીએમના કાફલાના કારણે સામાન્ય લોકોને પડતી મુશ્કેલીને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સીએમના આગમન સમયે સામાન્ય જનતાને ટ્રાફિક સિગ્નલ પર રોકવામાં નહીં આવે.સિગ્નલ બંધ હશે તો સીએમ પણ સામાન્ય જનતાની જેમ ઉભા રહેશે. નોંધનીય છે કે અત્યાર સુધી સીએમની મુલાકાત દરમિયાન સામાન્ય જનતા માટે ટ્રાફિક અટકાવાતો હતો આ નિર્ણયનો અમલ કરવા સીએમએ ટ્રાફિક વિભાગને આપી મૌખિક સૂચના આપી છે.

વડોદરા જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસમાં મગર ફરવા નીકળ્યો!

વડોદરા ખાતે આવેલા જાણીતા લક્ષ્મી વિલાસ પેલેસમાં મસ મોટો મગર લોનમાં અચાનક જ આવી ચઢતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જો કે પાછળથી આ મગરની પકડી સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યો હતો.

હાર્દિકનો સાથ પણ પાટીદારાઓએ કેજરીવાલના નામનો નનૈયો

હાર્દિકનો સાથ પણ પાટીદારાઓએ કેજરીવાલના નામનો નનૈયો

એક તરફ જ્યાં અરવિંદ કેજરીવાલ હાર્દિક પટેલના ટ્વિટને રિટ્વિટ કરી રહ્યા છે. અને પાટીદારાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ અને અમુક પાટીદારોને છોડીને પાસ તથા એસપીજીએ કેજરીવાલની આ રાજકીય મુલાકાતની અંતર કરી લીધું છે. અને આ સમગ્ર પ્રકરણથી દૂરી સાંધી લીધી છે.

સોમનાથ દાદાના દર્શન કરી શરૂઆત

સોમનાથ દાદાના દર્શન કરી શરૂઆત

જૂનાગઢ રેન્જ આઇજીપી તરીકે બદલી લઇને આવેલા આઇજીપી ડૉ. એસ. પાંડ્યા રાજકુમારે આજે સોમનાથ મહાદેવની પૂજા કરીને ચાર્જ સંભાળ્યો હતો.

English summary
October 14 top local news gujarat bullet news.
Please Wait while comments are loading...