ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

Exclusive: ATSએ પકડેલા બે જાસૂસોના પરિવાર જણાવી આ હકીકત!

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મણિનગરના સ્પામાં, પોલિસે પાડી રેડ

મણિનગરના સ્પામાં, પોલિસે પાડી રેડ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા એક પ્રસિદ્ધ સ્પા સેન્ટર પર પોલિસે રેજ પાડી ત્યાં કામ કરી રહેલા 30 થી 35 યુવતીઓને પકડી પુછપરછ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું હતું કે અહીં સ્પાના નામે કુંટણખાણું ચલાવવામાં આવી રહ્યું હતું. જો કે આ અંગે હાલ પોલિસ તપાસ કરી રહી છે.

હાર્દિકે લખ્યો કેજરીવાલને પત્ર પુછ્યું શું કરશો પાટીદારા માટે?

હાર્દિકે લખ્યો કેજરીવાલને પત્ર પુછ્યું શું કરશો પાટીદારા માટે?

હાર્દિક પટેલે શુક્રવારે પાસ નેતાઓ સાથે તેના હાથથી લખેલો એક પત્ર અરવિંદ કેજરીવાલને મોકલાવ્યો હતો. જેમાં તેણે અરવિંદ કેજરીવાલને આવકારતા કહ્યું હતું કે પાટીદારોના હિત માટે તમે શું કરી શકો છો તે અંગોનો ખુલાસો કરવાનું કહ્યું હતું. સાથે જ અનામત અંગે આમ આદમી પાર્ટીના વલણની સ્પષ્ટતા હાર્દિકે આ પત્ર દ્વારા અરવિંદ કેજરીવાલથી માંગી હતી.

અમદાવાદમાં અકસ્માત પછી લોકો કરી ડ્રાઇવરની પીટાઇ

અમદાવાદમાં અકસ્માત પછી લોકો કરી ડ્રાઇવરની પીટાઇ

અમદાવાદના ખમાસા ચાર રસ્તા પાસે શુક્રવારે મોડી રાતે એક પૂર ઝડપે જતી કારે ટૂ વ્હીલરના યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં બન્ને યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ કારચાલકને બરાબરનો મેથીપાક આપ્યો હતો. જો કે તે બાદ પોલિસ પણ આવી પહોંચી હતી. પણ ગુસ્સે ભરાયેલી ભીડે પોલિસ પર પણ પથ્થરમારો કરતા સ્થિતી તંગ બની હતી.

ભાગ્યેશ જહાને મુખ્યમંત્રી કાર્યાલયમાં OSD બનાવાયા

ભાગ્યેશ જહાને મુખ્યમંત્રી કાર્યાલયમાં OSD બનાવાયા

1991 બેચના નિવૃત્ત IAS ઓફિસર અને હાલ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ જહાને મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી તરીકે નિમવામાં આવ્યા છે. તેઓ મીડિયા, કમ્યુનિકેશન અને પબ્લિક રિલેશન ઓફિસરની જવાબદારી નિભાવશે. ભાગ્યેશ જહા, તેમના કાર્યકાળ દરમિયાન માહિતી કમિશનર તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે.

English summary
October 15 top local news gujarat bullet news.
Please Wait while comments are loading...