For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલની અમિત શાહને સલાહ, આંદોલનની વાત જ ના કરતા

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલની અમિત શાહને સલાહ; આંદોલનની વાત જ ના કરતા

હાર્દિક પટેલની અમિત શાહને સલાહ; આંદોલનની વાત જ ના કરતા

માનવામાં આવી રહ્યું છે બિહારની ચૂંટણી બાદ ભાજપના પ્રમુખ અમિત શાહ ગુજરાતના રાજકારણની કથળતી સ્થિતિને સંભાળશે. ત્યારે હાર્દિક પટેલે આ અંગે એક ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે અમિત શાહે પાટીદારોના અનામત આંદોલનમાં દખલ ના દેવું. અને જ્યાં સુધી અમને અનામત નહીં મળે ત્યાં સુધી કોઇ કંઇ પણ કરે કે કહે અમે આંદોલન ચાલુ રાખશું.

બિહારની ચૂંટણી પતાવીને અમિત શાહ પહોંચ્યા મહેસાણા

બિહારની ચૂંટણી પતાવીને અમિત શાહ પહોંચ્યા મહેસાણા

બીજેપીના પ્રમુખ અમિત શાહ તેમના પરિવાર સાથે મહેસાણા પહોંચ્યા. અહીં તેમણે તેમના કુળદેવીના દર્શન કરી આરતી કરી. નોંધનીય છે કે બિહાર ચૂંટણી બાદ અમિત શાહ ગુજરાત અનામત આંદોલન અને ગુજરાતમાં ભાજપની પકડ મજબૂત કરવા માટે કમર કસશે તેવું મનાઇ રહ્યું છે.

હાર્દિકની ચીમકી ગમે તે થાય મેચ તો જોઇને રહીશું.

હાર્દિકની ચીમકી ગમે તે થાય મેચ તો જોઇને રહીશું.

રાજકોટમાં 18મી ઓક્ટોબરના રોજ ભારત અને દક્ષિય આફ્રિકા વચ્ચે પાટીદારો મેચમાં જશે જ તેવો હુંકારો બુધવારે મોરબીની મુલાકાતે પહોંચેલા પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આપ્યો હતો. તેણે કહ્યું કે જો કોઇ અમને જય સરદારની ટીશર્ટ ઉતરવાનું કહેશે તો અમે ચિલ્લર પાર્ટી બની જઇશું.

અમદાવાદમાં પ્રેમમાં અંધ બનેલી મા જ બાળકની કરી હત્યા!

અમદાવાદમાં પ્રેમમાં અંધ બનેલી મા જ બાળકની કરી હત્યા!

અમદાવાદના મોટેરા ગામમાંથી મંગળવારે ગુમ થયેલા 6 વર્ષના પ્રજ્ઞેશની લાશ અમિયાપુર ગામની નર્મદા કેનાલમાંથી મળી આવી છે. જો કે પોલિસ તપાસમાં ચોંકવનારી માહિતી બહાર આવી છે. પ્રજ્ઞેશની માતા ચંદ્રિકાબેનને વિષ્ણુ ઠાકોર નામના એક અન્ય વ્યક્તિ સાથે આડોસંબંધ હોવાના પગલે બન્નેએ મળીને બાળકને કેનાલમાં ફેંકી મોતને ધાટ ઉતાર્યો હોય તેવી બાતમી મળી છે.

અમદાવાદના કાલુપુર સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદના કાલુપુર સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

અમદાવાદ પોલિસને કાલુપુર સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો પત્ર મળતા પોલિસ, ડોગ સોક્વોર્ડ અને બોમ્બ સોક્વોર્ડે કાલુપુર સ્ટેશનને સધન તપાસ હાથ ધરી હતી. પણ વાંધા જનક કંઇ ના મળતા પોલિસે રાહતનો શ્વાસ લીધો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે.

રાજકોટ મેચ પહેલા કલેક્ટર અને ક્રિકેટ એસો. કરી બેઠક

રાજકોટ મેચ પહેલા કલેક્ટર અને ક્રિકેટ એસો. કરી બેઠક

રાજકોટમાં 18મી તારીખે યોજનારી વન ડે મેચમાં પાટીદારો દ્વારા થનારા અનામત આંદોલનને જોતા બુધવારે કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકોટમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં આરએએફની એક ટીમ અને સીઆરપીની બે કંપની ક્રિકેટ સ્ટેડિયમને ગાર્ડ કરશે તેવું નક્કી કરાયું હતું.

નવરાત્રી નિમિત્તે રાજકોટ આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા

નવરાત્રી નિમિત્તે રાજકોટ આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા

નવરાત્રીમાં ભેળસેળ વાળી મીઠાઇઓ વેચાવાની શક્યતાને જોતા બુધવારે, રાજકોટના આરોગ્ય વિભાવે અનેક મીઠાઇની દુકાનો અને ગૃહઉદ્યોગને ત્યાં દરોડા પાડીને 15 થી 20 સેમ્પલ લીધા હતા.

વલસાડમાં નવલી નવરાત્રીની ધૂમ

વલસાડમાં નવલી નવરાત્રીની ધૂમ

ગુજરાતભરના ખૈલૈયા જ્યાં નવલી નવરાત્રીમાં ગરબા રમીને માંની ભક્તિ કરી રહ્યા છે. ત્યાં જ વલસાડમાં પણ બુધવારે, નવરાત્રીના બીજા દિવસે મોર્ડન નવરાત્રીના રંગો કંઇક આમ જોવા મળ્યા હતા.

English summary
October 15: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X