Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસીનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસીનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાં ચાલતી પરીક્ષા દરમિયાન પેપર લીક થતા આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસીના સેમેસ્ટર પાંચનું આજે પેપર હતું. પેપર શરૂ થયાના એકાદ કલાક પહેલા જ તે વિદ્યાર્થીઓના વોટ્સઅપ પર પહોંચી ગયું હતું .ત્યારે યુનવર્સિટી તંત્રએ આજની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

મનોહર પર્રિકરઃ ભારતીય આર્મી વિશ્વમાં શ્રેષ્ઠ છે

મનોહર પર્રિકરઃ ભારતીય આર્મી વિશ્વમાં શ્રેષ્ઠ છે

સુરક્ષા પ્રધાન મનોહર પર્રિકરે અમદાવાદમાં નિરમા યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં યુવાનોને સેનામાં જોડાવા પ્રેરણા આપી હતી. નોંધનીય છે કે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર ગુજરાતની મુલાકાતે આવેલા છે મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદમાં નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો કાર્યક્રમ પ્રવેશ - 16માં હાજરી આપી હતી. અહીં તેઓએ જણાવ્યું હતું કે ભારતીય આર્મી બેસ્ટ છે કાર્યક્રમમાં ભારતીય સેનાના જવાનો સરહદ પર કેવી પરીસ્થિતિમાં કામ કરે છે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું તેમજ યુવાનો વધારે પ્રમાણમાં સેનામાં જોડાય તે માટેની પ્રેરણા પણ આપવામાં આવી હતી. નોંધનીય છે કે આકાર્યક્રમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પટાવાળાએ વિદ્યાર્થની પર આચર્યું દુષ્કર્મ

પટાવાળાએ વિદ્યાર્થની પર આચર્યું દુષ્કર્મ

લુણાવાડાની વરધરી રોડ ઉપર આવેલી બ્રાઇટ સ્કુલની હોસ્ટેલમાં રહેતી અને ધોરણ - 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર રવિવારે શાળાના જ આધેડ વયના પાટાવાળા દ્વારા દુષ્કર્મ ગુજાર્યો હતો. પીડીતાએ રૂમમાંથી નીચે કોઇ વસ્તુ લેવા આવી હતી ત્યારે પટાવાળો તેનું મોઢું દબાવીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. વધુમાં તેણે વિદ્યાર્થઈની કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ડરી ગયેલી વિદ્યાર્થીનીએ તેની માતા વાત કરતા પીડિતાનો પરિવાર હોસ્ટેલ દોડી આવ્યાં હતાં. અને તેની માતાએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા એપીએમસીના ભૂતપૂર્વ ડાયરેક્ટરનો મંદિરના પ્રાંગણમાં આપઘાત

વડોદરા એપીએમસીના ભૂતપૂર્વ ડાયરેક્ટરનો મંદિરના પ્રાંગણમાં આપઘાત

વડોદરા શહેરનાં માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિરના બગીચામાં એપીએમસીના ભૂતપૂર્વ ડાયરેકટરે મધુસુદનભાઇ દલસુખભાઇ પટેલે અગ્નિસ્નાન કરી લીધુ હતું. એપીએમસીના ભૂતપૂર્વ વડોદરા શહેરનાં પોલોગ્રાઉન્ડ પાસેની રાજસ્થંભ સોસાયટીમાં રહેતા શાકભાજીનાં હોલસેલના વેપારી હતા અને તેઓ વડોદરા એપીએમસીના ડાયરેકટર તરીકે અગાઉ સેવાઓ આપી ચૂક્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ નિવૃત જીવન ગાળતા હતા. મધુસુદનભાઇ દર્શન માટે અવાર નવાર માંજલપુર લક્ષ્મીનારાયણના મંદિરે જતા હતા. આજે સવારે 11 કલાકે પણ તેઓ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. અને ત્યાં આપઘાત કર્યો હતો આ સમગ્ર દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.

પાંડેસરામાં ચડ્ડી બનિયન ધારીઓએ કારીગરને મારીને કરી લૂંટ

પાંડેસરામાં ચડ્ડી બનિયન ધારીઓએ કારીગરને મારીને કરી લૂંટ

સુરતના પાંડેસરામાં મોડીરાતે ઇસમોએ ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી. જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પાંડેસરામાં કારીગરો કામ કરતા હતા. ત્યાં બુકાનીધારી ચડ્ડી બનીયાર ધારી શખ્સ ઘુસી ગયા હતા. તેમજ કામકરતા કારીગરોને માર મારીને મોબાઈલ તેમજ રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટ કરવા આવેલા શખ્સોએ લાકડાના ફટકા સહિતના તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ફરાર થઈ ગયા હતા. ત્યારે પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર પાસે અકસ્માતમાં માતા પુત્રીના મોત

ગાંધીનગર પાસે અકસ્માતમાં માતા પુત્રીના મોત

ગાંધીનગર નજીક આવેલા સરઢવથી મોટી આદરજ વચ્ચેના હાઇવે પર એક ડમ્પરે રીક્ષાને અડફેટે લેતા જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદના ચાંદખેડામાં રહેતા માતા અને પુત્રીના મોત થયાં હતાં. સરઢવમાં ચાલતા શરદ પૂનમાના મેળામાં ભાગ લેવા આ લોકો જઇ રહ્યા હતા. ત્યારે ઝડપના ડમ્પરનાં ચાલકે કાબુ ગુમાવતા રીક્ષાને અડફેટે લીધી હતી. અને રીક્ષા હવામાં ફંગોળાઇને 15 ફુટ દૂર પડી હતી. જેમાં લીલીબેન દિલીપભાઇ સોમાભાઇ લીલાબેનની 16 વર્ષિય પુત્રી લક્ષ્મીબેનનું ઘટના સ્થળે મોત થયું હતું.

દૂધનું કન્ટેનર પલ્ટી ખાતા દૂધ લેવા લોકો ઉમટ્યા

દૂધનું કન્ટેનર પલ્ટી ખાતા દૂધ લેવા લોકો ઉમટ્યા

નંદુરબારથી ગુજરાત જઈ રહેલું દૂધનું ટેન્કર પલ્ટી ખાતા દૂધ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. નંદુરબારથી ગુજરાત જઈ રહેલું દૂધનું કન્ટેનર કોકણીહીલ નજીકના વળાંકમાં રિક્ષાને બચાવવા જતા પલ્ટાઇ ગયું હતું. જેના કારણે હજારો લિટર દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. જોકે ઘટનાની જાણ સ્થાનિક લોકોને મોટા વાસણ, કેરબા અને બોટલ લઈ દૂધ ભરીને લઇ ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X