ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

સોશ્યલ મીડિયાનો કમાલ, ચાવાળો બની ગયો મોડેલ

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જામનગર એરફોર્સ સ્ટેશન નજીકથી 2 શંકાસ્પદની શોધ

જામનગર એરફોર્સ સ્ટેશન નજીકથી 2 શંકાસ્પદની શોધ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે બે શખ્સની શંકાસ્પદ હિલચાલથી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થળ પર બે અજાણ્યા શખ્સો દેખાયા હોવાની વાત સામે આવી છે તેની નજીકમાં જ એરફોર્સનું સ્ટેશન પણ આવેલું છે. સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં બે શંકાસ્પદ વ્યકિતઓ દેખાયા હોવાની માહિતી બાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં શહેરમાં પ્રવેશતા માર્ગો પર નાકાબંધ કરી પોલીસે ચેકિંગ થઈ રહ્યું છે.

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

રાજકોટમાં નાના મવામાં આવેલી વિરલ સોસાયટી-1માં બાલાજી કૃપા નામના મકાનમાં ફ્યુઝન સ્પામાં દેહવ્યાપાર ચાલતો હતો. જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને 4 યુવતીઓને ઝડપી હતી. સ્પામાં બોડી મસાજના નામે સેક્સરેકટ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. અને ડમી ગ્રાહક મોકલી પોલીસે 4 યુવતીઓને ઝડપી લીધી છે તેમજ બલરામ મહેશ મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ યુવતીઓને પોલીસે ફરિયાદી બનાવીને તેમની ફરિયાદ નોંધી, યુવતીઓને મુક્ત કરી હતી.

વાપીમાં ગેસ ગળતરથી એક મહિલા બેભાન

વાપીમાં ગેસ ગળતરથી એક મહિલા બેભાન

વાપી સરદાર માર્કેટમાં ખુલ્લા મેદાનમાં 50થી વધુ કેમિકલના ડ્રમ રાખવામાં આવ્યા હતા. આ ડ્રમ ફાટતા તેમાંથી ઝેરી ગેસનું ગળતર થતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેમાં નજીકની આમ્રપાલી સોસાયટીમાંથી એક મહિલાને આ ઝેરી ગેસની અસર થતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ મહિલા ગેસની અસરના કારણે બેભાન થઈ ગઈ હતી. ગેસ ગળતરથી લોકોની આંખો પણ બળવા લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે ફાયરની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તથા જીપીસીબીની ટીમે આ કેમિકલના નમૂના તપાસ માટે મોકલ્યા છે.

સબકા સાથ સબકા વિકાસ’ સાકાર કર્યું: રૂપાણી

સબકા સાથ સબકા વિકાસ’ સાકાર કર્યું: રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે ઇન્ટરનેશનલ કોન્કલેવ ઓન હાયર એજ્યુકેશન સમિટ યોજાઇ હતી. જેમાં શિક્ષણ ક્ષેત્રે ડેન્માર્ક, કેનેડા સાથે પાંચ MOU થયા હતા. આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તે સ્ટાર્ટઅપના આધારે નવા આવિષ્કારોથી અગ્રેસર રહેવા પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે કહ્યું કે , ગુણાત્મક શિક્ષણ દ્વારા અમે સબકા સાથ સબકા વિકાસને' સાકાર કર્યું છે.

જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ બેઠક યોજાઈ

જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપ બેઠક યોજાઈ

પ્રદેશ પ્રમુખ જીતુવાધાણીએ આજે પ્રદેશ ભાજપની બેઠકમાં કાર્યકરોને નૂતન વર્ષે ભાજપનો વ્યાપ અને જનહિત સેવાઓનો વિસ્તાર વધારવા માટે સંકલ્પ કરાવ્યો હતો. સાથે જ તેમણે કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો કે તે મનમેળ અને તાલમેળ સાથે બૂથ સ્તરે પહોંચે. જો કે કોંગ્રેસ પર ટિપ્પણી કરતા વાાઘાણી કહ્યું હતું કે કોંગ્રેસને પૂરતા ઉમેદવારો પણ મળતા નથી.

કચ્છ: સમખીયાળી ટોલ ટેક્સ પર પોલીસ દ્રારા બે રાઉન્ડ ફાયરીંગ

કચ્છ: સમખીયાળી ટોલ ટેક્સ પર પોલીસ દ્રારા બે રાઉન્ડ ફાયરીંગ

કચ્છના સમખીયાળી ટોલનાકાનાં અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી બાદ પથ્થર મારો થતા પોલીસે કરી ફાયરીંગ કરી ટોળાને છૂટા પાડ્યા હતા. જેમાં 4 લોકો ને ઇજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે તે બાદ ગ્રામજનો આજે સામખ્યાળી ગામમાં સજ્જડ બંધ રાખવાની જાહેરાત કરી છે. મોડી રાતની આ ઘટના બાદ ટોલ ટેક્સ પર હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ભરૂચ પાસે રિલાયન્સ કંપનીના કર્મચારીઓનો થયો અકસ્માત

ભરૂચ પાસે રિલાયન્સ કંપનીના કર્મચારીઓનો થયો અકસ્માત

ભરૂચ ના દહેજ ગમે આવેલ રિલાયન્સ કંપની ના કર્મચારી જ્યારે તેમની સેકન્ડ શિપ પુરી કરીને કંપનીની ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે પરતી આવી રહ્યા હતા ત્યારે દહેગામ ચોકડી પર પાછળથી પૂરપાટ આવી રહેલી ટ્રકે તેમને ટક્કર મારી હતી. જેમાં કંપનીની ગાડીમાં બેસેલા ૧૦ જેટલા કર્મચારિયો ઇજાગ્રસ્ત થયા છે. હાલ આ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલિસે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ લીધી છે.

English summary
October 19 top local news gujarat bullet news.
Please Wait while comments are loading...