ઓક્ટોબર 29, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

pankaj-lodhia-rajkot-black-money
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

રાજકોટઃ લોઢિયાના બે નેતાઓ સાથેના સંબંધોની તપાસ
કાળાં નાણા મામલે નામ બહાર આવ્યા બાદ રાજકોટના બુલિયન વેપારી પકંજ ચીમનલાલ લોઢિયા વિરુદ્ધ ઇન્કમટેક્સ, ડીઆરઆઇ સહિતની એકપણ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી નથી. ત્યારે એવી માહિતી મળી રહી છેકે લોઢિયા રાજકોટના રાજકીય પક્ષના બે ટોચના નેતા સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે ત્યારે આવકવિભાગના અધિકારીઓ દ્વારા ગુપચુપ તપાસ હાથ ધરાઇ છે, ક્યાંક આ કાળું નાણું કોઇ રાજનેતાઓનું તો નથીને એ જાણવા માટેની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અમદાવાદઃ હીટ એન્ડ રન કેસમાં પીએસઆઇનું મોત
અમદાવાદના અસલાલી પાસે ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા સવાર પીએસઆઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેમના પુત્રને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતક પીએસઆઇ બોપલમાં ફરજ બજાવતા હતા. પોલીસે અકસ્માતના પગલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાઃ બાળકને ઉઠાવી જનાર મહિલા ખંભાતમાંથી પકડાઇ
મહેસાણા નજીક આવેલા ઉનાવાના મીરાદાતારની દરગાહ પાસેથી એક વર્ષના બાળકને ઉઠાવી જનારી મહિલાની ધરપકડ ઉંઝા પોલીસ દ્વારા કરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે ખંભાતના ઉદ્લા ગામેથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સાબરકાંઠાઃ તાજું જન્મેલું બાળક મળી આવ્યું
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ખાતે મંગળવારે ખેતરમાંથી એક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું. ખેતરમાં બાળકનો અવાજ સંભળાતા ગામજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બાળકને પ્રાથમિક સારવાર અર્થે હિમતનગર લઇ જવા આવ્યું હતું, પરંતુ બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને અમદાવાદ સિવિલ ખાતે મોકલવામાં આવ્યું હતું.

અમદાવાદઃ મણિનગરમાં માતાનો પુત્રી સાથે આપઘાત
અમદાવાદના ઓઢવ અર્બુદાનગર ખાતે રહેતી એક મહિલાએ અમગ્ય કારણોસર પોતાની ત્રણ વર્ષની પુત્રી સાથે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા પ્રયાસો કરી રહી છે.

વડોદરાઃ વિશ્વામિત્રીમાં મગરે યુવાનને ફાડી ખાધો
વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે આવેલા મહાકાળી નગર પાસે વિશ્વામિત્રી નદીમાં એક મગરે યુવાનને ફાડી ખાતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો યુવાનોની શોધમાં નિકળ્યા હતા, યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો, જોકે યુવકની ઓળખ થઇ શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X