જુની રંગભૂમિના નાટકોના પુન:નિર્માણ માટે બે લાખની સહાય અપાશે

આ યોજના હેઠળ સહાય મેળવવા માટે, નાટય દિગ્દર્શકો કે જેમણે ઓછામાં ઓછા પાંચ ફૂલલેન્થ નાટકનું દિગ્દર્શન કર્યું હોય તેઓ સહાય મેળવવા માટે પાત્ર ઠરશે. સહાય પેટે પ્રત્યેક દિગ્દર્શકને રૂપિયા બે લાખની સહાય ચૂકવવામાં આવશે.
દિગ્દર્શકે તેમના મંજૂર થયેલા નાટકના જુદા જુદા દસ સ્થળે શો કરવાના રહેશે. નિયત નમુનાનું ફોર્મ અકાદમીની કચેરીએથી મેળવી યોગ્ય રીતે ભરી, સાધનિક કાગળો સહ 15 જૂન, 2013 સુધીમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્લોક નં. 9/1, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને પહોંચાડવાનું રહેશે. નિયત અરજીપત્રક અકાદમીની વેબસાઇટ www.sycd.in/yscac/san-forms પરથી પણ મળી શકશે.
પ્રતિભાશાળી દિગ્દર્શકોને નાટય નિર્માણ માટે રૂપિયા એક લાખની આર્થિક સહાય
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા યુવા પ્રતિભાશાળા દિગ્દર્શકોને નાટ્ય નિર્માણ માટે આર્થિક સહાયની યોજના હેઠળ વર્ષ 2013-14માં સહાય આપવાની છે. પાત્રતા ધરાવતા યુવા દિગ્દર્શકો પાસેથી નિયત નમુનાના અરજીપત્રકમાં અરજી મંગાવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સહાય મેળવવા માટે, નાટય દિગ્દર્શકો કે જેમની ઉંમર તારીખ 1 એપ્રિલ, 2013ના રોજ 25 વર્ષથી વધુ અને 45 વર્ષથી ઓછી હોય તથા જેમણે ઓછામાં ઓછું એક ફૂલલેન્થ નાટકનું દિગ્દર્શન કર્યું હોય અથવા નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના સ્નાતક હોય અથવા જેમણે અકાદમી દ્વારા આયોજીત કે અન્ય પ્રતિષ્ઠિત નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ દિગ્દર્શકનું પારિતોષિક મેળવેલું હોય તેવા દિગ્દર્શકો સહાય મેળવવા માટે પાત્ર ઠરશે.
દિગ્દર્શકે તેમના મંજુર થયેલા નાટકના જુદા જુદા પાંચ સ્થળે શો કરવાના રહેશે. પસંદગી માટે અકાદમી નિયુકત નાટક તજજ્ઞો સાથે દિગ્દર્શકોએ વ્યક્તિગત વાર્તાલાપ માટે સ્વ ખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. નિયત નમુનાનું ફોર્મ અકાદમીની કચેરીએથી મેળવી, યોગ્ય રીતે ભરી, સાધનિક કાગળો સાથે 10 જૂન, 2013 સુધીમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની કચેરી, બ્લોક નં. 9/1, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને પહોંચાડવાનું રહેશે. નિયત અરજી પત્રક અકાદમીની વેબસાઇટ www.sycd.in/yscac/san-form પરથી પણ મળી શકશે.












Click it and Unblock the Notifications
