દારૂબંધી માટે 6 નવેમ્બરે ગાંધીનગરમાં મહાસભાઃ અલ્પેશ ઠાકોર

Posted By:
Subscribe to Oneindia News

ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચના સંયુક્ત ઉપક્રમે 6 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 લાખથી વધારે લોકો ઉમટે તેવી શક્યતા છે. દારૂબંધી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો નબળો હોવાના કારણે લાખો લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે અને તેમના પરિવારજનોને પણ ગુમાવે છે.

alpesh

ત્યારે 6 નવેમ્બરે સરકારને ઉંઘમાંથી ઉઠાડવા અસરગ્રસ્ત પરિવારના લોકો દ્વારા સભાસ્થાન પર લગાવવામાં આવેલો મહાઘંટ વગાડવામાં આવશે અને જો સાંજના સાડા છ વાગ્યા સુધીમાં સરકાર દારૂબંધીને લગતા કડક કાયદાની જાહેરાત નહીં કરે તો પછી મૃત્યુઘંટ વગાડવામાં આવશે.

alpesh


ત્યારે ઠાકોર સેના દ્વારા કયા કયા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યો છે તે અંગે વિસ્તૃત રીતે વાંચો અહીં...

5 હજાર કરોડની યોજનાની જાહેરાત
ઠાકોર - કોળી તેમજ અન્ય પછાત વર્ગોનાં સામાજીક-શૈક્ષણિક તેમજ આર્થિક ઉત્થાન માટે વાર્ષિક રૂ. 5 હજાર કરોડની યોજના જાહેર કરવામાં આવે અને તેનું યોગ્ય અમલીકરણ થાય તે માટે તાલુકા સ્તર સુધી તેની શાખાઓ કાર્યરત કરવામાં આવે.

alcohol

સજામાં વધારો
જે લોકો દારૂ વેચે તેને 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ, દારૂ પીવે તેને 2 વર્ષની સજા અને રૂપિયા 2 લાખનો દંડ કરવામાં આવે.

દારૂ વેચતા વિસ્તારમાં નોટિસ
જે વિસ્તારમાં દારૂ વેંચાતો હોય ત્યાંના અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાય, તે વિસ્તારના એસપી તેમજ ધારાસભ્યને નોટીસ ફટકારવામાં આવે અને આવી ત્રણ નોટીસ પછી તેમની સામે દંડનાત્મક પગલાં લેવામાં આવે.

alcohol

સ્થાનિકોને રોજગાર
વધુમાં તેમણે રાજ્યનાં ઉદ્યોગોમાં 85 ટકા સ્થાનિક યુવાનોને રોજગાર આપવામાં આવે. તેવી પણ માંગણી કરી છે. અને સરકાર તેમની આ તમામ માંગણીઓ ત્વરિત સ્વીકારે તેવી પણ માંગ કરવામાં આવી છે.

English summary
On 6 November Alpesh thakor leads Mahasabha.
Please Wait while comments are loading...