ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર, વધુ એક મોત

અમદાવાદ, 30 જાન્યુઆરી: દેશભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધતો જઇ રહ્યો છે. સ્વાઇન ફ્લૂનો તાજો કેસ ગુજરાતના રાજકોટમાં નોંધાયો છે, જ્યાં એક મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થઇ ગયું છે, તેની સાથે જ રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી મરનારાઓની સંખ્યા વધીને 4 થઇ ગઇ છે. ગુજરાતમાં મરનારાઓની સંખ્યા 28 સુધી પહોંચી ગઇ છે, દર્દીઓની ટ્રીટમેન્ટ કરનારા ડોક્ટર પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે.

આ પહેલા સ્વાઇન ફ્લૂથી રાજસ્થાનમાં વધુ બે દર્દીઓના મોત થઇ ગયા છે અને 4 દર્દીઓમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ લક્ષણ મળી આવ્યા છે. રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂથી મરનારાઓની સંખ્યા વધીને 33 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ કહેર વર્તાવ્યો છે, જ્યારે દિલ્હીમાં પણ આ બીમારીએ 300થી વધારે લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.

swine flu
રાજ્યમાં આ જીવલેણ બીમારીના પગલે 17 લોકોને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે. ગુજરાત અને પંજાબમાં પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં માત્ર જાન્યુઆરી મહીનામાં જ સ્વાઇન ફ્લૂએ 28 લોકોને પોતાનો શિકાર બનાવી લીધા છે.

અમદાવાદમાં અત્યાર સુધી 2 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત પણ થઇ ચૂક્યા છે. રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂથી 30 લોકોના મોત થયા બાદ સરકાર સફાળી જાગી છે. સરકારે સ્વાઇન ફ્લૂની દવા ટેમી ફ્લૂની સપ્લાઇ રાજ્યો બહાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજસ્થાનમાં ફ્લૂને લઇને એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X