આ ચારમાંથી એક હશે રૂપાણી બાદ ગુજરાતના આગલા મુખ્યમંત્રી!
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપતા હવે નવા મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે.
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપતા હવે નવા મુખ્યમંત્રીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. એક તરફ આજે રાત્રે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે તો બીજી તરફ આવતીકાલે બધા ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા ત્યારે હવે એક જ ચર્ચા થઈ રહી છે કે ગુજરાતની ઘુરા કોને મળશે? કોણ હશે ગુજરાતના આગલા મુખ્યમંત્રી?

નીતિન પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી પ્રબળ દાવેદાર તરીકે નીતિન પટેલનું નામ અત્યારે લેવાઈ રહ્યું છે. કહેવામાં આવતુ રહ્યું છે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી હોવા છત્તા સરકારના મોટાભાગના કામકાજ નીતિન પટેલના હાથ નીચે જ થતા હતા. બીજી તરફ પાટીદાર ફેક્ટરને જોતા જો ભાજપ પાટીદાર સીએમ બનાવવા આગળ વધે છે તો નીતિન પટેલ આ વધતે સીએમ બની જશે તેમાં કોઈ શંકા નથી. જો કે વિજય રૂપાણી વધતે સહેજ માટે તેમને મુખ્યમંત્રી પદ મળ્યું ન હતું.

મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા પણ ભાજપનો એક મજબુત ચહેરો છે. હમણા હમણા જ મનસુખ માંડવિયાને કેન્દ્રમાં આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જો ભાજપ પાટીદાર ચહેરો પસંદ કરે તો મનસુખ માંડવિયાને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના નામની આ ચર્ચાઓ મીડિયા જગતમાં સતત ચાલી રહી છે.

પુરૂષોત્તમ રૂપાલા
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રિયમંત્રીને પૂરૂષોત્તમ રૂપાલાને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. પુરૂષોત્તમ રૂપાલા ગુજરાતના એક ખમતીધર નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસું નેતા છે. હાલ મુખ્યમંત્રીની રેસમાં પુરૂષોત્તમ રૂપાલાનું નામ જોરથી ચર્ચાઈ રહ્યું છે. બની શકે છે કે ગુજરાતા આગલા મુખ્યમંત્રી રૂપાલા હોય.

ગોરધન ઝડફિયા
ગુજરાતના આગલા મુખ્યમંત્રી તરીકે ગોરધન ઝડફિયા મેદાન મારે તો નવાઈ નહી. વિશ્વ હિન્દુ પરિષદના નેતા, ભાજપના સંગઠન પર પકડ ધરાવતા મોટા નેતા અને સૌથી મોટી વાત આરએસએસના નજીકના હોવાથી તે પણ મુખ્યમંત્રી બની શકે છે. રાજકિય નિષ્ણાતોનું માનિયે તો લગભગ મુખ્યમંત્રી તરીકે ગોરધન ઝડફિયાની પસંદગી થશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
