ગુજરાતઃ અરબ સાગરમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય માછીમારોને બનાવ્યા નિશાન
પાકિસ્તાનના સૈનિકોએ રવિવારે સાંજે અરબ સાગરમાં ભારતીય માછીમારોને નિશાન બનાવ્યા છે.
પાકિસ્તાનના સૈનિકોએ રવિવારે સાંજે અરબ સાગરમાં ભારતીય માછીમારોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાન મરીન્સના જવાનોએ ઈન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઈન(આઈએનબીએલ)ની લગભગ બે નૌકા પર ફાયરીંગ કર્યુ છે. ઓખામાં બનેલી આ ઘટનામાં એક ભારતીય માછીમાર ઘાયલ થઈ ગયો છે. ગુજરાત પોલિસ તરફથી આ ઘટનાની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે.

માછીમારોએ પાર કરી સીમા
રવિવારે દેવભૂમિ દ્વારકાના ઓખાથી આવતી બે ફિશિંગ બોટને આઈએમબીએલ પર નિશાન બનાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યુ છે કે નૌકાઓએ ભૂલથી સીમા પાર કરી લીધી હતી અને ત્યારબાદ પાકિસ્તાન મરીન્સે માછીમારો પર ફાયરીંગ કરી દીધુ. દેવભૂમિ દ્વારકાના એસપી રોહન આનંદે આ અંગેની માહિતીઆપી. તેમણે જણાવ્યુ, બે નૌકા જેમણે આઈએમબીએલને પાર કર્યુ હતુ, તે પાકિસ્તાની મરીન્સ સામે આવી ગઈ હતી અને બાદમાં તેમના પર પાક તરફથી ફાયરિંગ થયુ. તેમણે કહ્યુ કે જે પણ માહિતી તેમને મળી છે તેના આધારે એ માલુમ પડ્યુ છે કે એક માછીમાર આમાં ઘાયલ થયો છે.
મોકલવામાં આવ્યુ કોસ્ટગાર્ડનુ જહાજ
એસપી રોહન આનંદે જણાવ્યુ કે માછીમારો તરપથી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના રેડિયો સેટ્સ પર મેસેજ મોકલવામાં આવ્યા હતા. આઈસીજીએ પાકિસ્તાની સમકક્ષોનો સંપર્ક કર્યો છે. પાકિસ્તાન મરીન્સે આ અંગેની પુષ્ટિ કરી અને જણાવ્યુ કે તેમની પાસે બે ભારતીય નૌકા છે. ત્યારબાદ આઈસીજીએ પોતાના જહાજ અરિંજયને મોકલ્યુ અને પછી બંને ભારતીય નૌકાઓને સુરક્ષિત પાછી લાવ્યા. ગુજરાત સરકારે શનિવારે ફિશિંગ ઈન્ડસ્ટ્રીઝને અનુમતિ આપી છે કે તે લૉકડાઉન વચ્ચે પોતાનુ કામ શરૂ કરી શકે છે.












Click it and Unblock the Notifications
