પાલ આંબલિયાની ભવિષ્યવાણી સાચી પડી, સરકારે ફુટ પડાવીને ખેડૂતની માંગણી ઠારી દીધી
બનાસકાંઠાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી સાથે ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા લાફાકાંડ બાદ ખેડૂતોએ ગુજરાત સરકાર સામે મોરચો ખોલ્યો હતો અને ખેડૂતોએ ગાંધીનગર તરફ કુંચ કરી હતી. જો કે બીજા આંદોલનની જેમ સરકાર આ આંદોલનને ઠારવામાં સફળ રહી છે.
ખેડૂતોએ પોતાની માંગ સાથે ગાંધીનગર કુંચ તો કરી પરતું ફરી એક વખત તે સરકારની કુટનીતિનો ભોગ બન્યા. આગેવાનોને અલગ કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખુદ વાતચીત કરી અને અચાનક બાજી પલટાઈ ગઈ.

જણાવી દઈએ કે, એક તરફ રેલી આગળ વધી રહી હતી તો બીજી તરફ સરકારે તપાસનો વાયદો કરતા મામલો થાળે પાડી દીધો. આખી ઘટનામાં સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન પાલ આંબલિયાની ભવિષ્યવાણી ફરી એક વખત સાચી પડી છે.
પાલ આંબલિયાએ કહ્યું હતું કે, સરકાર મળવા માટે જઈ રહેલા 12 જણામાંથી 6 જણને લઈ જઈને ખેડૂતોની માંગણીઓને તોડી પાડશે. તેમણે કહ્યું કે, સરકારે પણ આવુ જ કર્યુ છે. કમિટી બનાવવાની વાત કરીને સરકારે તેની જુની નીતિ પ્રમાણે આંદોલનને દબાવી દીધુ છે.
પાલ આંબલિયાએ લાલચ આપવાની વાત પણ કરી. તેમણે જણાવ્યુ કે, સરકારે સામ દામ દંડ ભેદનો સહારો લઈને આંદોલન તોડવાનો પ્રયાસ કર્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, અમરાભાઈ સાથે મારામારી બાદ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતો ધારાસભ્યના રાજીનામાંની માંગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. જો કે સરકારે કમિટીની વાત કરીને ખેડૂતોને મનાવી લીધા અને આંદોલન સમેટાઈ ગયુ છે.












Click it and Unblock the Notifications
