For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત-રાજસ્થાન સીમા પાસે વહેણમાં જીપ પલટી, મહિલા-બાળકો સહિત 10ને બચાવાયા

ગુજરાત-રાજસ્થાન સીમા પાસે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક છાપરી ડેરી પાસે પાણીના તેજ વહેણમાં એક જીપ વહીને પલટી ગઈ.

|
Google Oneindia Gujarati News

પાલનપુરઃ ગુજરાત-રાજસ્થાન સીમા પાસે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક છાપરી ડેરી પાસે પાણીના તેજ વહેણમાં એક જીપ વહીને પલટી ગઈ. આ જીપમાં 10 જણ સવાર હતા. સવારીઓમાં મહિલાઓ અને બાળકો પણ હતા. દૂર્ઘટના બાદ ત્યાં બૂમાબૂમ થવા લાગી. ત્યારે સ્થાનિક લોકો તેમજ આબુ રોડની પોલિસ સ્ટેશનની ટીમ તેમને બચાવવા દોડી. ઘટના સ્થળે બધા 10 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા. એક સ્થાનિક નાગરિકે જણાવ્યુ કે દૂર્ઘટના છાપરી ડેરી પાસે ત્યારે બની જ્યારે જીપના ચાલકે મુસાફરોથી ભરેલ વાહનને તેજ વહેણમાં ચલાવ્યુ. પાણીના તેજ વહેણના કારણે જીપ પાણીમાં વહીને પલટી ગઈ.

આદિવાસીઓ હતા જીપમાં સવાર

આદિવાસીઓ હતા જીપમાં સવાર

જીપના પલટી જવા પર સ્થાનિક લોકોએ જીપમાં સવાર બાળકો, મહિલાઓ સહિત બધા 10 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. તેમને પાણીથી બચાવ્યા. આ જીપમાં આદિવાસી લોકો સવાર હતો જે છાપરી ડેરી તરફ જઈ રહ્યા હતા.

આ તરફ, વહેતા યુવકને શીખોએ બચાવ્યો

આ તરફ, વહેતા યુવકને શીખોએ બચાવ્યો

ગુજરાતમાં જ પાણીમાં વહેવાની બીજી ઘટના પણ સામે આવી છે. વાસ્તવમાં એક યુવક નદીમાં નહાતી વખતે વહી ગયો. જાણ થતાં જ તેને સિખ યુવકે પાઘડીથી બચાવ્યો. આ ઘટના અંબાજી-આબુ રોડ માર્ગ પાસેની સિયાવા નદીની છે. જ્યાં નહાતી વખતે મહેસાણાના બે યુવકોમાંથી એક યુવક પાણીના તેજ વહેણમાં વહી ગયો હતો.

પાઘડીને રસ્સીની જેમ બાંધી

પાઘડીને રસ્સીની જેમ બાંધી

જે સિખ યુવકોએ આ યુવકને બચાવ્યો હતો તે ત્રણ જણ હતા. આ ત્રણે આબુ રોડની ગુરુનાનક કૉલોનીથી પિકનિક મનાવવા નીકળ્યા હતા. તેમણે પોતાની પાઘડીને રસ્સીની જેમ યુઝ કરીને નદીમાં વહી રહેલા યુવકને બચાવી લીધો.

સુશાંતની બહેન પ્રિયકા સામે FIR નોંધાઈ, CBIને ટ્રાન્સફર કરાયો કેસસુશાંતની બહેન પ્રિયકા સામે FIR નોંધાઈ, CBIને ટ્રાન્સફર કરાયો કેસ

English summary
Palanpur: Jeep overturned in the overflow of water at Banaskantha district, 10 passengers saved.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X