For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ: પાર્ટનરની 20 વાર છરો મારીને નિર્મમ હત્યા, જુઓ વીડિયો

શહેરના રવિરત્ન પાર્કમાં એક વ્યક્તિએ પોતાના પાર્ટનરની ધોળે દિવસે બેરહેમીથી હત્યા કરી નાખી છે.

|
Google Oneindia Gujarati News

શહેરના રવિરત્ન પાર્કમાં એક વ્યક્તિએ પોતાના પાર્ટનરની ધોળે દિવસે બેરહેમીથી હત્યા કરી નાખી છે. તે વ્યક્તિ પાર્ટનરને 20 વાર છરો મારીને નિર્મમ હત્યા કરી, તેની લાશ પર બાઈક ચડાવીને ભાગી ગયો. પરંતુ પોલીસે કુશળતા બતાવીને હત્યાના થોડા જ કલાકોમાં તેને પકડી પાડ્યો.

છરો કાઢીને મિત્ર પર તૂટી પડ્યો

છરો કાઢીને મિત્ર પર તૂટી પડ્યો

પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર 45 વર્ષના હરીશભાઈ પરમાર અને ફિરોઝ જીકરભાઈ મેમણ નામના બે વ્યક્તિઓ કાલાવાડ રોડ પાસે આવેલા એક સ્પામાં પાર્ટનર હતા. રૂપિયાની લેવડ દેવળને કારણે બંને વચ્ચે ઝગડો થતો રહેતો હતો. હરીશભાઈ પરમાર શહેરની યુનિવર્સીટી પાસે આવેલા રવિરત્ન પાર્ક પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ એક બાઈક અચાનક તેમની સાથે અથડાઈ. તે બાઈક પર ફિરોઝ હતો. ફિરોઝ છરો લઈને હરીશભાઈ પર તૂટી પડ્યો. હરીશભાઈની ત્યાં જ મૌત થઇ ગઈ અને ફિરોઝ બાઈક લઈને ત્યાંથી ભાગી ગયો.

સીસીટીવી ફૂટેઝ ચેક કરી ત્યારે પકડમાં આવ્યો

સીસીટીવી ફૂટેઝ ચેક કરી ત્યારે પકડમાં આવ્યો

હત્યાની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી. મૃતકની લાશને મૉસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે સીસીટીવી ફૂટેઝ ચેક કરી. જેને આધારે જાણવામાં આવ્યું કે હરીશભાઈની હત્યા ફિરોઝે જ કરી હતી. પોલીસે પ્લાન બનાવીને ફિરોઝની શોધ શરુ કરી. થોડા કલાકોમાં ફિરોઝ પોલીસને હાથ લાગી ગયો.

મૃતકની દીકરીની સગાઇ થવાની હતી

મૃતકની દીકરીની સગાઇ થવાની હતી

ફિરોઝના હત્યાથી ઇન્કાર કર્યા પછી પોલીસ હજુ સુધી સાફ નથી કરી શકી કે હત્યારો ફિરોઝ જ હતો કે પછી બીજા કોઈએ ઘટનાને અંઝામ આપ્યો છે. ફાઇનલ રિપોર્ટ આવવા સુધી ફિરોઝ પોલીસની કસ્ટડીમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાલે મૃતકની દીકરીની સગાઇ થવાની હતી.

English summary
Pan shop owner's murderer nabbed, attacked over two dozen times with a knife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X