અમદાવાદમાં પરેશ રાવલ, 'પદ્માવત' વિરોધ અંગે કહ્યું આ

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદ પૂર્વથી સાંસદ પરેશ રાવલ શનિવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પોતાના મત વિસ્તારની મુલાકાત ઉપરાંત તેમણે ગાંધીનગરમાં બેઠક યોજી હતી અને પત્રકારો સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન તેમણે સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ 'પદ્માવત' અને આ મામલે કરણી સેનાના ઉગ્ર વિરોધ અંગે પણ વાત કરી હતી. 'પદ્માવત'ના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે, 'આ વાતને હું ત્રણ રીતે જોઉં છેુ. પહેલી વાત તો એ કે, કોઇ પણ ફિલ્મ પર પ્રતિબંધ મુકાવો ના જોઇએ. બીજું છે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને ત્રીજી વાત એ કે કોઇ પણ વસ્તુ જોયા વગર એનો વિરોધ ન કરવો જોઇએ.'

paresh rawal

પરેશ રાવલે આ અંગે વાત કરતાં આગળ કહ્યું કે, 'આટલા મોટા સમાજની જ્યારે લાગણી દુભાઇ હોય ત્યારે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ઉપરાંત આ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે, જે લોકોની લાગણીઓ દુભાઇ છે એ અને ફિલ્મમેકર સાથે બેસીને વાતચીત કરે અને સમસ્યાનું નિરાકરણ લાવે. સમાજના અગ્રણીઓ ફિલ્મમેકર સાથે વાત કરે, ફિલ્મ જુએ અને જે કંઇ સુધારા-વધારાની જરૂર હોય એ જણાવે અને નિર્ણય લે.' આને કારણે ગુજરાતની છબિને નુકસાન પહોંચ્યું છે, એવી વાતના જવાબમાં પરેશ રાવલે કહ્યું હતું કે, 'ગુજરાતની છબિ એટલી તકલાદી નથી કે આને કારણે રાજ્યની છબિને નુકસાન પહોંચે.'

English summary
Paresh Rawal in Ahmedabad talked about Padmaavat protest.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.