પારુલ યુનીવર્સીટીના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Subscribe to Oneindia News

વડોદરાની પારૂલ યુનિવર્સિર્ટી ડિપ્લોમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં કિશન ઠક્કર નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. દંતેશ્વર વિસ્તારમાં પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. બે બહેનોના એકના એક ભાઇએ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આત્મહત્યાનું કારણ અકબંધ છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં દર્શનમ્ એન્ટીકા ડુપ્લેક્ષમાં રહેતા રાજેશભાઇ ઠક્કરને બે પુત્રી અને એક પુત્ર કિશન છે, જે પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં મીકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતો હતો.

parul university

રાજેશભાઇ ઠક્કર કામથી બહાર ગયા હતા અને પરિવાર અન્ય સભ્યો બીજા રૂમમાં હતા. તે દરમ્યાન કિશન ઠક્કરે પોતાના ગળે દોરી બાંધી ફાંસો ખાઈ બેડરૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. મકરપુરા પોલીસને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસને મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી આત્મહત્યાનું કારણ અકબંધ છે.

English summary
Parul University : One more student do suicide at Vadodara Parul University.
Please Wait while comments are loading...