હાર્દિક પટેલે કહ્યું, ભાજપના ઇશારે થઇ શકે મારી ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

સુરતમાં આજે પાસ નેતા હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજરી નોંધાવવા પહોંચ્યો હતો. હાઇકોર્ટના આદેશ મુજબ ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચ પહોંચેલા હાર્દિકે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેણે ભાજપ સરકાર પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે યોગી ચોકમાં ગત રવિવારે જે પોલીસ અને લોકો વચ્ચે ધર્ષણ થયું તે ભાજપી ગુંડાઓ દ્વારા જ કરાવવામાં આવ્યું હતું. વધુમાં પોતાને વોન્ટેડ જાહેર કરવા મામલે ટિપ્પણી આપતા હાર્દિકે જણાવ્યું કે તે કોઇ નાલિયાકાંડનો મોટો આરોપી નથી કે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે. વધુમાં તેણે કહ્યું કે હું કંઇ છુપાઇ નથી ગયો આ બધુ ભાજપના ઇશારે જ કરવામાં આવી હહ્યું છે.

hardik patel

વધુમાં તેણે પોતાના સોશ્યલ એકાઉન્ટમાં પણ આ અંગે લખ્યું હતું. હાર્દિકે ટ્વિટરમાં પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ભાજપના ઇશારે તેની ધરપકડ થઇ શકે છે. વધુમાં તેણે એ પણ સ્પષ્ટતા આપી કે સુરત-અમદાવાદ હાઇ વે પર જ તેને ધરપકડ થશે. જો કે પોતાની ધરપકડ પર હાર્દિક પટેલે પાટીદાર યુવાનોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. ત્યારે હવે જોવાનું તે રહે છે કે શું ગુજરાત પોલીસ દ્વારા હાર્દિક પટેલની આજે ધરપકડ થશે કે કેમ?

English summary
Pass Leader Hardik Patel Tweet that He may arrest by police soon. Read more on this news.
Please Wait while comments are loading...