પાટણ માં 50 થી વધુ બાળકો સહીત ૩ શિક્ષકોને ભમરા કરડયા
પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કુલના 5૦ થી વધુ બાળકો સહીત ૩ શિક્ષકોને મધમાખી કરડતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે સ્કૂલના પરિસરમાં બાળકો હોળીની ઉજવણી કરી રહ્યા હતા તે દરમ્યાન નજીકના ઝાડ પરથી ભમરા ઉડ્યા હતા. જેમણે શાળાના પરિસરમાં હોળીની ઉજવણી કરતા બાળકો અને ઉભેલા શિક્ષકો કરડયા હતા. જો કે તે પછી તેમને સારવાર અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
વાલીઓને પણ જાણ કરતા તમામ વાલીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જોકે પાટણ સિવિલ હોસ્પિટલમાં તમામ બાળકો અને શિક્ષકોને સારવાર આપવામાં આવી હતી હાલ તમામ લોકો ખતરા બહાર છે. જો કે તેમ છતાં વાલીઓએ સ્કૂલ પ્રશાસનની બેદરકારી માટે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં બાળકોને ભમરા કરડી જતા વાલીઓ સ્કૂલ પ્રશાસન પર રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે હાલ તો કોઇ બાળકની હાલત ગંભીર નથી તે એક સારા સમાચાર છે.