પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસથી નારાજ, રાજીનામું આપવાની આપી ધમકી
Congress MLA Kirit Patel: કોંગ્રેસના નેતા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ખુલ્લેઆમ કોંગ્રેસ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રાજીનામું આપવાની ચીમકી આપવામાં આવી છે.
કિરીટ પટેલે જણાવ્યું હતું કે, તેમણે છ મહિના પહેલા પક્ષને લેખિતમાં જણાવ્યું હતું કે, જો તેમની ઈચ્છા સંતોષવામાં નહીં આવે, તો તેઓ રાજીનામું આપી દેશે. કોંગ્રેસ પાર્ટીમાં નિર્ણય લેવાની શક્તિનો અભાવ છે.

નોંધનીય બાબતે છે કે, રાજ્ય વિધાનસભામાંથી ખંભાતના પક્ષના ધારાસભ્યના રાજીનામાના એક દિવસ બાદ પટેલે પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
કિરીટ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ પાર્ટીના ધારાસભ્યના રાજીનામા અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ, અને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. જેમણે તેમની હાર સુનિશ્ચિત કરવા માટે કામ કર્યું હતું, તેમને હટાવવાને બદલે કોંગ્રેસ પાર્ટીમાં હોદ્દા આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિસાવદરના આપ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને ભૂપત ભાયાણીએ પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જે તેમણે મંજૂર કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે, હવે છ માસમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ખંભાત બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. 19 ડિસેમ્બરના રોજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું.
સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી હજૂ પણ ઘણા ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
