પાટીદાર સંગઠન એસપીજીએ 10 દિવસમાં 8 મુદ્દાનો નિવેડો લાવવા આપ્યું અલ્ટીમેટમ
રાજ્યમાં પાટીદાર સમાજ એક કે બીજી રીતે સરકારની મુશ્કેલી વધારી રહી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ બાદ પારણાં કરતાં સરકારને થોડી રાહત થઇ હતી.
રાજ્યમાં પાટીદાર સમાજ એક કે બીજી રીતે સરકારની મુશ્કેલી વધારી રહી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ બાદ પારણાં કરતાં સરકારને થોડી રાહત થઇ હતી. ત્યાં, હાર્દિક પટેલના ઉપવાસ દરમિયાન પાટીદાર સમાજના યુવા સંગઠન એસપીજી દ્વારા રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપીને 8 જેટલા મુદ્દા રજૂ કર્યા હતા. પરંતું, રાજ્ય સરકારે આ મુદ્દાઓ પર કોઇ ગંભીરતા ન દાખવતાં આખરે પાટીદાર સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરીને મુદ્દાઓ ઉકેલવા વધુ સમય રાજ્ય સરકારને આપવા અપીલ કરી હતી. જેના કારણે એસપીજીએ 10 દિવસમાં 8 મુદ્દાઓ પર નિવેડો લાવવાની માંગણી કરી હતી.

એસપીજીએ સીએમને લખ્યો પત્ર
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ દરમિયાન સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે સરકારને બાનમાં લેવાના પ્રયત્નો કર્યા હતા. લાલજી પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને સરકારને હાર્દિક પટેલ સહિતની માંગણી પુર્ણ કરવા સહિત આઠ મુદ્દા રજૂ કર્યા હતા. જેના માટે એસપીજી દ્વારા 72 કલાકનું એલ્ટીમેટમ આપ્યું હતું. પાટીદાર સંગઠન દ્વારા રજુ કરવામાં આવેલા મુખ્ય આઠ મુદ્દાઓમાં બંધારણીય અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગ પણ સામેલ છે.

સમાજના અગ્રણીઓની મધ્યસ્થીથી અલ્ટીમેટમ પરત ખેંચ્યું
SPGના લાલજી પટેલે આપેલા અલ્ટીમેટમનો સમય તો પુરો થઈ ગયો છે, પરંતુ સમાજના અગ્રણીઓની વિનંતીને ધ્યાનમાં લઈ તેઓએ પોતાનું અલ્ટીમેટમ પાછું ખેંચી લીધું છે. આ સિવાય સમાજની અગ્રણી ધાર્મિક સંસ્થાઓના વડાઓને મનાવતા હાર્દિક પટેલે પણ પોતાના ઉપવાસ છોડી પારણાં કરી લીધા છે. સમાજના અગ્રણીઓની સમજાવટ અને મધ્યસ્થીને માન્ય રાખીને રાજ્ય સરકારને આપવામાં આવેલી ચીમકી પરત ખેંચવામાં આવી છે અને સરકારને વધુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

એસપીજીએ મુકી હતી 8 જેટલી માંગણી
સરકારને પાટીદાર સમાજના પડતર મુદ્દાઓના નિરાકરણ માટેની એસપીજી સંગઠને ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની જે માંગણીઓ કરી રહ્યો છે તેનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેને કોઈ રોકી નહીં શકે. એસપીજીની મુખ્ય માંગણીઓમાં પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવામાં આવે. પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારોને સરકારી નોકરી કે વિશેષ નાણાંકિય સહાય આપવાની માંગ કરી છે. પાટીદાર આંદોલન દરમિયાન થયેલા તોફાનોમાં પોલીસના દમનકારી પગલાંની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોના દેવા માફીની પણ એસપીજી દ્વારા માંગ કરવામાં આવી છે. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા તેમજ અન્ય પાટીદાર યુવાનો પર કરવામા આવેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે. જે માંગણીઓના નિવેડા માટે જો કોઇ નિર્ણય નહી લેવાય તો, 10 દિવસ બાદ અન્ય આંદોલન આપવાની એસપીજીએ ચિમકી ઉચ્ચારી છે.

અલ્ટીમેટમ લંબાવવા એસપીજીનો જાહેર ખુલાસો
એસપીજીના પ્રવક્તા પુર્વિન પટેલે આજે જાહેર ખુલાસો કરીને સરકાર સામે આપેલુ અલ્ટિમેટમ પર ન ખેંચતાં સામાજિક આગેવાનોની મધ્યસ્થિથી લંબાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. 8 મુદ્દાઓના નિરાકરણ માટે સરકારને 10 દિવસનો વધુ સમય આપ્યો છે. જો આગામી 10 દિવસમાં સરકાર તેમની માંગો નહીં સંતોષે તો રાજ્યભરમાં એસપીજી ઉગ્ર આંદોલન ચલાવશે અને તેને કોઈ રોકી શકશે નહીં. એસપીજીની માંગ હાર્દિક પટેલની માંગણી સ્વિકારી પારણાં કરાવવાની હતી, પરંતું, પાટીદાર આગેવાનોની મધ્યસ્થિથી હાર્દિકે પારણાં કરી લીધાં પરંતું, હાર્દિકની માગણી અધ્ધરતાલ છે તેનો પણ નિવેડો લાવવા માંગ કરી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
