પાટીદાર આંદોલન બન્યું હિંસક, ઇન્ટરનેટ સેવાઓ કરાઇ બંધ
9 મહિના પછી વરી પાછું પાટીદાર આંદોલન હિંસક બનતા રાજ્યની શાંતિ અને વ્યવસ્થા ખોરવાઇ હતી. આજે મહેસાણામાં એસપીજી દ્વારા જેલ ભરો આંદોલન યોજવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તરફથી આ કાર્યક્રમને મંજૂરી નહતી મળી પણ તેમ છતાં મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં આંદોલન હિંસક બનતા સ્થિતી ગંભીર બની હતી. અને ફરી એક વાર પોલીસ અને પાટીદારો આમને સામને આવ્યા હતા.

વળી એસપીજીના કન્વીનર લાલજી પટેલ ઇજાગ્રસ્ત થતા લોકોનો આક્રોશ વધ્યો હતો. જેના પગલે મહેસાણામાં પોલિસે 144ની કલમ લાગવી દીધી છે. વળી અમદાવાદ, સુરત અને મહેસાણામાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.
જો કે સરકારના પ્રવક્તા નીતિન પટેલ પાટીદારોને શાંતિ જાણવવા માટે અપીલ કરી છે. જો કે પોલીસ સાથે જડપ બાદ પાસ અને એસપીજીએ સોમવારે ગુજરાત બંધનું એલાન કર્યું છે. વધુમાં લાલજી પટેલે પોલીસને પોતાની ઇજા માટે જવાબદાર ગણાવ્યા છે. તો મુખ્યમંત્રી આનંદી બેન આ મામલે કહ્યું છે "આવા આંદોલન તો ચાલ્યા કરે અને તો લોકોની સેવા કરવાનું અમારું કામ કરતા રહીશું"












Click it and Unblock the Notifications
