નીતિન પટેલને હાર્દિકે કરી ઓફર, કહો તો કોંગ્રેસમાં સેટિંગ કરાવું
પાસ નેતા હાર્દિક પટેલે કરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઓફર, 10 મંત્રી લઇને આવી જાવ કોંગ્રેસમાં. ભાજપ આવી ગયું એક્શનમાં.
એક તરફ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાતા ફાળવણી મામલે નારાજ છે તે ચર્ચાથી ગુજરાત રાજકારણ ગરમાયું છે ત્યાં જ બીજી તરફ હાર્દિક પટેલે બળતી આગમાં ઘી નાંખ્યું છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે નારાજ નીતિન પટેલ સમક્ષ ખુલ્લી ઓફર મૂકી છે કે ભાજપમાં જો તેમનું પત્તું કપાયું હોય તો કોંગ્રેસમાં તે તેમના માટે કંઇક વ્યવસ્થા કરવા તૈયાર છે. હાર્દિક પટેલે નીતિન પટેલને કોંગ્રેસમાં આવવા માટે ઓફર કરી છે. હાર્દિકે કહ્યું છે કે ભાજપમાં જો નીતિન પટેલનું સન્માન ના રહ્યું હોય તો તે અમારી સાથે આવી શકે છે. ખબરોનું માનીએ તો નીતિન પટેલે હાઇકમાન્ડને ત્રણ દિવસનું અલ્ટીમેટમ અને રાજીનામાંની ચિમકી ઉચ્ચારી છે.

બોટાદામાં પાટીદાર અનામત આંદોલન માટે ચિંતન શિબિર કરી રહેલા હાર્દિક પટેલે કહ્યું છે કે જો નીતિન ભાઇ 10 વિધાયકો સાથે ભાજપ છોડવા તૈયાર હોય તો અમે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે તેમને પાર્ટીમાં ઉપયુક્ત પદ આપવા માટે વાત કરી શકીએ છીએ. જેથી તેમની માન રહી જાય. સાથે જ હાર્દિક વણમાંગી સલાહ નીતિન ભાઇને આપી છે કે જો ભાજપમાં તેમનું સન્માન ના રહેતું હોય તો તેમણે પાર્ટી છોડી દેવી જોઇએ. નોંધનીય છે કે નીતિન પટેલે ગૃહ અને નાણાં જેવા ખાતા તેમના હાથમાંથી છીણવાઇ જવા માટે નારાજ છે તેમ મનાય છે. અને ભાજપના તમામ નેતા આ મામલે ચુપ્પી સાંધી બેઠા છે.












Click it and Unblock the Notifications
