For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"વન ડ વન ડિસ્ટ્રિક્ટ" અંતર્ગત સી.આર પાટીલ સુરેન્દ્રનગરના પ્રવાસે

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બે દિવસના સુરેન્દ્રનગરના પ્રવાસે પહોંચ્યા હતા. બીજા દિવસે વઢવાણ ખાતે વૃધ્ધોને લઈ યાત્રાએ જતી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. સંતો મહંતો અને કલાકારો તેમજ શહેરના પ્રબ

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ બે દિવસના સુરેન્દ્રનગરના પ્રવાસે પહોંચ્યા હતા. બીજા દિવસે વઢવાણ ખાતે વૃધ્ધોને લઈ યાત્રાએ જતી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. સંતો મહંતો અને કલાકારો તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરીકો સાથે સંવાદ કર્યો હતો.

C R PATIL

તેમજ વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક સ્વરાજ્યના પ્રદિનિધિઓની ખૂબ મહત્વની ભૂમિકા રહેશે તેને જોતા તેમના સાથેનો સંવાદ મહત્વનો સાબિત થશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો આવેલી છે જેમા વઢવાણ, લિબંડી, પાટડી, ધ્રાગધ્રા, અને ચોટીલા વિધાસનસભાનો સમાવેશ થાય છે આ વિધાનસભા પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં 5 માથી 4 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ હતી. ત્યર બાદ ધ્રાગધ્રા અને લિમડીના ધારસભ્યો પક્ષ પલટો કરતા બેઠકો ખાલી પડી હતી જ્યા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી.

ભાજપ હિદુત્વની વિચારધારા સાથે આગળ વધી રહ્યો છે ત્યારે તે પોતાના પોતાના તમામ કાર્યક્રમોમાં સંતો મહંતોને સાથે રાખે છે તેમજ તેમના આશિર્વાદ મેળવે છે. સુરેન્દ્રનગ ખાતે આજે વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત સંતો મહંતો, સાહિત્યકારો કલાકારો તેમજ જિલ્લાના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજયના મંત્રી કિરિટસિંહ રાણા, પ્રદેશના પુર્વ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા,જીલ્લાના પ્રમુખશ્રી જગદીશભાઇ મકવાણા ,જીલ્લાના પ્રભારીશ્રીઓ નીતિનભાઇ ભારદ્વાજ, નિમુબેન બાંભણીયા,જિલ્લાના મહામંત્રીશ્રીઓ અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જયેશભાઇ પટેલ અને સંગઠનના હોદેદારઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Patil interacted with sints, mahants and artists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X