પાવગઢ મહાકાળી મંદિરના વિકાસ માટે 121 કરોડ ફાળવાયા, રોપ વે એક્સ્ટેશન સહિતના કામો હાથ ધરાશે

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કુદરતી સોદર્યથી ભરપૂર પાવગઢ પવર્ત આવેલો છે. આ પર્વત પર ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર જગતજનની મા કાલિકાનું મંદિર આવેલું છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શને આવે છે. માતાજીના દર્શન કરીને અને કુદરતી સોદર્ય નિહાળી ધન્યતા અનુભવે છે.

પાવગઢ ખાતે આવેલું ૫૧ શક્તિપીઠ પૈકીનું શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને ભક્તોની સુવિધા માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વર્ષ- ૨૦૧૭માં રૂપિયા ૧૨૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.

Pavgad Mahakali Temple

સરકાર દ્વારા સમગ્ર પાવાગઢના સર્વાંગી વિકાસ બે તબક્કામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પાવગઢમાં ફેઝ- ૧માં પાવગઢમાં વાયડનીંગ ઓફ પાથ-વે, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે વિકાસ કામમાં કરવામાં આવ્યા છે. વાયડનીંગ ઓફ પાથ- વેની કુલ લંબાઇ ૩.૦૧ કિ.મી કરવામાં આવી છે. જેને કુલ ૨૫ સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે. જેમાં કુલ- ૨૩૭૪ પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ફેઝ- ૨માં મંદિરના પરિસરના વિસ્તૃતિકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં હયાત મંદિર પરિસર ૫૪૫ ચો.મી.નું હતું. જે વિસ્તૃતિકરણ બાદ મંદિર પરિસરનો એરિયા ત્રણ લેવલમાં વિસ્તારવામાં આવ્યો છે. જેમાં લેવલ - ૧ માં ૪૦૦ ચો.મી., લેવલ- ૨ ૧૩૯૫ ચો.મી., અને લેવલ- ૩માં ૧૧૮૫ ચો.મી. મળી કુલ- ૨૯૮૦ ચો.મી.નું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. તેમજ પાથ- વે વીજળીકરણ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તથા સી.સી.ટી.વી.ની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ફેઝ-૩માં પાવગઢ યાત્રાધામમાં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે ભક્તોને પુરતી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. ભક્તોને માંચ ચોક ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે વર્ષ- ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂપિયા ૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

પાવાગઢ યાત્રાધામ ખાતે આવનારા યાત્રાળુઓની સુવિધા માટે ફેઝ- ૩ 'એ' માં માંચી ચોક ખાતે ઓફિસ બ્લોક - એનું બાંધકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા ૧૩ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.

યાત્રાધામ પાવગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાની વાતને ઘ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેઝ- ૩- બી માં ચાંપાનેર ખાતે ૨- પાર્કિંગ, ચાંપાનેરના અંદર અને બહારના રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા ૪૦ કરોડથી વધુના ખર્ચે કરવામાં આવનાર છે.જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.

જગતજનની મા કાલિકાના મંદિરનો માસ્ટરપ્લાનિંગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ થાય તે હેતુંથી સરકારે કુલ પ્રોજેક્ટ રકમ ૨૩૮ કરોડના ખર્ચે વિવિધ વિભાગોની કામગીરી માટે નાણાકીય વર્ષ- ૨૦૨૩-૨૪માં નવી બાબત રૂપે રૂપિયા ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મજુરી આપવામાં આવી છે.

વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુઘી પહેાંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ૫ હજાર કરતા વધુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય બનાવવામાં આવનાર છે. રાજય સરકારના આ પ્રયાસોથી આ તીર્થસ્થાનમાં શ્રધ્ધા સાથે સુવિધાનો સંગમ થશે. જેનાથી વધુને વધુ માઇ ભકતો માના દર્શને ઉમટી પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X