સાંજે પાંચના ટકોરે થાળી-વેલણ અને તાળીઓના સંભળાયા સૂર સાથે ગૂંજી ઉઠ્યું વાતાવરણ
સાંજે પાંચના ટકોરે થાળી-વેલણ અને તાળીઓના સંભળાયા સૂર સાથે ગૂંજી ઉઠ્યું વાતાવરણ
નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની સૂચન પર આજે આખા દેશે જનતા કર્ફ્યૂનું સમર્થન કર્યું. કોરોનાવાઈરસથી લડાઈ માટે જનતા કર્ફ્યૂના આહ્વાનને પગલે દેશભરમાં સવારે 7 વાગ્યાથી જ લોકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. ત્યારે પીએમ મોદીની અપીલ પર સાંજે પાંચ વાગ્યે લોકોને ઘરની બાલકનીથી તાળી, થાળી અને શંખ વગાડવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ પોતાના ઘરના દરવાજા અને બાલકનીમાં આવી કોરોના વિરુદ્ધ જંગ લડી રહેલા લોકોનું મનોબળ વધારવા માટે તાળી વગાડી.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જનતા કર્ફ્યૂ દરમિયાન લોકોની સેવામાં લાગેલા ડૉક્ટર, નર્સ, પોલીસકર્મીઓ, સરકારી અધિકારીઓ, સહિત કેટલાય હજારો લોકોને તાળી અને થાળી વગાડી સાંજે પાંચ વાગ્યે સન્માન આપવાની અપીલ કરી હતી. જે બાદ આજે સાંજે પાંચ વાગ્યે દેશના લગભગ બધા જ શહેરો, કસ્બા અને ગામના લોકોએ પોતાની છત તથા બાલકનીથી થાળી, તાળી, ઘંટડી વગાડી સંકટની ઘટીએ દેશની સેવા કરી રહેલા હજારો લોકોનો આભાર વ્યક્ત કર્યો.
બેંગ્લોરમાં યુવાનોએ સેવાવ્રતીઓનું અભિવાદન કર્યુ #IndiaSalutes pic.twitter.com/OYJ02iD0lB
— Oneindia Gujarati (@oneindiagujarat) March 22, 2020
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, એનસીપી ચીફ શરદ પવાર, આંધ્રના સીએમ જગન રેડ્ડી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેટલાય નેતાઓએ આખા પરિવાર સાથે ઉભા થઈ કોરોના વિરુદ્ધ લડી રહેલા ડૉક્ટર, નર્સ, પ્રશાસનના અધિકારીઓ, મીડિયાકર્મીઓ માટે તાળી અને ઘંટડી વગાડી ધન્યવાદ વ્યક્ત કર્યો.
અમદાવાદીઓએ સેવાવ્રતીઓનું અભિવાદન કર્યુ #IndiaSalutes pic.twitter.com/AgpcWA2GUC
— Oneindia Gujarati (@oneindiagujarat) March 22, 2020
અહીં જુઓ અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાંથી લોકોએ સંકટ સમયે પોતાના જીવની ચિંતા કર્યા વિના આ લડાઈમાં પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે તેમને આભાર વ્યક્ત કર્યો, અહીં જુઓ વીડિયોઝ...
ભાજપ પ્રદેશ પ્રવક્તા્રી ભરતભાઈ પંડયાએ પરીવાર સાથે પોતાનાં ઘરેથી સેવાવ્રતીઓનું અભિવાદન કર્યુ #IndiaSalutes pic.twitter.com/DUshJObi4O
— Oneindia Gujarati (@oneindiagujarat) March 22, 2020
#WATCH Maharashtra: NCP chief Sharad Pawar and his daughter and MP Supriya Sule, along with others, participate in the exercise called by Prime Minister Narendra Modi to express gratitude to those providing essential services amid #CoronavirusPandemic. pic.twitter.com/9KtPLWdNCM
— ANI (@ANI) March 22, 2020
#WATCH Delhi: Defence Minister Rajnath participates in the exercise called by PM Modi to express gratitude to those providing essential services amid #CoronavirusPandemic. pic.twitter.com/hEokJqwDrV
— ANI (@ANI) March 22, 2020












Click it and Unblock the Notifications
