For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌના સાથ સૌના વિકાસ પર પ્રજાએ વિશ્વાસ મુક્યો: અર્જુનસિંહ ચૌહાણ

પાટણ જિલ્લામાં તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ બે દિવસ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમમાં પાટણ ખાતે રાજ્યના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

પાટણ જિલ્લામાં તાલુકા તેમજ જીલ્લા કક્ષાએ બે દિવસ વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમમાં પાટણ ખાતે રાજ્યના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ એપીએમસી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં 18.10 કરોડના 10 કામનું રાજ્યના મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.

patan

અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ એ.પી.એમ.સી. પાટણ મુકામે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. જે બાદ વિશ્વાસ થી વિકાસ યાત્રાને અનુરૂપ ફિલ્મનું ઉપસ્થિત લોકોએ નિર્દશન કર્યું હતું. મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે પાટણ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનુ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં બે દિવસ દરમ્યાન પાટણ જિલ્લામાં 39.82 કરોડના 880 કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે.

તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પાટણ તાલુકામાં 23.95 કરોડના 264 કામ, સમી તાલુકાના કુલ 6.24 કરોડ કુલ 299 કામ, રાધનપુર તાલુકાના કુલ ₹ 5.06 કરોડના કુલ 241 કામ, સિદ્ધપુર તાલુકાના કુલ 4.55 કરોડના કુલ 76 કામનું ઈ-લોકાર્પણ તાલુકા કક્ષાના વિશ્વાસ થી વિકાસ કાર્યક્રમ કરવામાં આવ્યું.

વિશ્વાસ થી વિકાસના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જેમાં એક વર્ષમાં કરેલા વિકાસગાથાને પ્રજા સમક્ષ રજૂ કરી હતી.

English summary
People put their faith in everyone's development: Arjun Singh Chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X