For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસને લોકોને દગો આપવાની ટેવ છે: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 19 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મફત વિજળી આપવાના વાયદાને જુઠ્ઠો ગણાવતાં કોંગ્રેસ લોકોને દગો આપતી હોવાની વાત કહી હતી. ધોલેરાને નવો જિલ્લો બનાવવાના રાજ્ય સરકારના નિર્ણય પર ભાજપે ધોલેરા એકમ દ્રારા યોજવામાં આવેલી રેલીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'જો કોઇ ભૂલ કરે છે તો તેને માફ કરવામાં આવે છે પરંતુ જો કોઇ દગો આપે તો શું લોકો તેને માફ કરી શકે?

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'કોંગ્રેસ લોકોને દગો આપવા માટે જાણીતી છે. કોંગ્રેસે મહારાષ્ટ્રના ખેડૂતોને મફત વિજળી આપવાનો વાયદો કર્યો હતો પરંતુ સત્તામાં ચાર વર્ષ રહેવા છતાં તે સંબંધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે 'તેમને 2009માં તેમને વાયદો કર્યો હતો કે તે 100 દિવસમાં વસ્તુઓના ભાવમાં ઘટાડો કરશે પરંતુ વસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. શું આ દગો નથી?

તેમને કહ્યું હતું કે 'કોંગ્રેસે દગો આપવામાં પોતાના લોકોને પણ છોડ્યા નથી. પાર્ટી પોતાના કાર્યકર્તાઓને કહે છે કે ગુજરાતમાં જલદી જ ચૂંટણી યોજાશે. પરંતુ આવું થયું નથી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે મે મહિનામાં ઉમેદવારોની યાદી રજૂ કરીશુ અને ત્યારબાદ તેની તારીખ લંબાવીને 15 ઓગસ્ટ કરી દેવામાં આવી પરંતુ હજી સુધી તેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી.

મોદીએ ગુજરાત કોંગ્રેસ પર નિશાન સાંધતાં કહ્યું હતું કે તેમને ચૂંટણી સમયે ગામડાંમાં રહેનારા ગરીબો અને મધ્યમવર્ગીઓને જમીન અને સસ્તા મકાનો આપવાનો વાયદો કર્યો હતો. કોંગ્રેસે સસ્તા મકાનો આપવા માટે ફોર્મનું વિતરણ પણ કર્યું હતું પરંતુ મારી સરકાર સચોટ કામમાં વિશ્વાસ રાખે છે.

English summary
Gujarat Chief Minister Narendra Modi today again targeted Congress for “cheating” the people by falsely promising various dole-outs like free electricity power to farmers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X