મોરબીમાં શ્વાને હુમલાખોરો સામે બાથ ભીડી માલિકને બચાવ્યો, વીડિયો વાયરલ!
શ્વાન માત્ર માનવના શ્રેષ્ઠ મિત્ર જ નથી હોતાં, પરંતું સકટના સમયે વિશ્વસનીય રક્ષક તરીકે પણ સાબિત થાય છે. તાજેતરમાં ગુજરાતના મોરબી જિલ્લાથી આવી જ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં એક વફાદાર શ્વાને પોતાની જાતના જોખમે માલિકને હુમલાખોરોથી બચાવી લીધો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો શ્વાનની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મિટાણા ગામના 30 વર્ષીય અમિતભાઈ રહીમભાઈ થેબા પર 12 એપ્રિલ 2025ની રાતે આશરે બે વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો.
તે સમયે અમિતભાઈ હકડિયા પીર દરગાહ નજીક આવેલા તેમના ખેતરમાં ખુલ્લા મેદાનમાં સૂઈ રહ્યા હતા. હુમલાખોરોએ લાકડાના ડંડા અને લોખંડની રૉડથી તેમના માથા પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને લોહીલુહાન અવસ્થામાં ભાગવા લાગ્યા.

જ્યારે અમિતભાઈ ભાગીને ભીંત પાસે પહોંચ્યા, ત્યાં તેમનો પાળેલો શ્વાન બંધેલો હતો. શ્વાને માલિકની હાલત જોઈ તત્કાલ ભૂંકવાનું શરૂ કર્યું અને હુમલાખોરોને ચેતવણી આપી. દરમિયાન અમિતભાઈએ ધીરજ બતાવી શ્વાનને ખુલ્લો કર્યો. વફાદાર શ્વાન ડર્યા વિના સીધા હુમલાખોરોની તરફ દોડી ગયો. શ્વાનના આક્રમક વલણથી ભયભીત થઈ હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા અને આ રીતે માલિકનો જીવ બચી ગયો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વીડિયો જોઈને અનેક લોકોએ શ્વાનની બહાદુરીને અભિનંદન આપ્યા છે. ઘાયલ અમિતભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ટંકારા પોલીસએ અજાણ્યા ત્રણ શખ્સો સામે એફઆઈઆર નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે.
गुजरात के मोरबी में एक व्यक्ति पर हुए हमले के दौरान उसका पालतू कुत्ता फरिश्ता बनकर सामने आया।
— News100Plus (@News100_Plus) April 18, 2025
हमलावरों ने जैसे ही हमला करने की कोशिश की, वफादार कुत्ते ने जोरदार तरीके से हमला रोकते हुए उन्हें दौड़ा दिया।
इस घटना ने एक बार फिर साबित कर दिया कि कुत्ता केवल पालतू नहीं, परिवार का… pic.twitter.com/hdLEupCm0y
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પાળેલા શ્વાન માત્ર ઘર માટે શોભા નથી, પણ સંકટ સમયે સાચા જીવનરક્ષક સાબિત થાય છે. સુરક્ષા એજન્સીઓ પણ ઘણી જગ્યાએ શ્વાનને સ્નિફર અને ગાર્ડ ડોગ તરીકે ઉપયોગમાં લે છે, કારણ કે તેમની સુઘંવાની ક્ષમતા અને જોખમ ઓળખવાની સમર્થતા મનુષ્ય કરતા વધુ તીવ્ર હોય છે.
જો તમારા ઘરે કોઇ પાળેલું પ્રાણી હોય તો તેનું યોગ્ય રીતે લાળચાળ રાખો અને તાલીમ આપો. આવાં સંજોગોમાં એ જ તમારું પ્રથમ રક્ષણ બની શકે છે. સાથે જ, ગામડાં અને ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં રહેનારોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે. આ ઘટના માત્ર ચેતવણી નથી, પણ શ્વાન જેવી પાળેલી જીવાત્માઓ સામે આપણી જવાબદારીનું પણ સ્મરણ છે.












Click it and Unblock the Notifications
