For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પેટ્રોલ 70 પૈસા સસ્તું

By Super
|
Google Oneindia Gujarati News

petrol price
ગાંધીનગર, 08 ઑક્ટોબરઃ ડોલર સામે રૂપિયો મજબૂત બનતા પૈટ્રેલના ભાવમાં લીટરે 56 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, ટેક્સના ઘટાડા સાથે ગુજરાતમાં પેટ્રોલ લીટરે 70 ટકા પૈસાનો ઘટાડો થયો છે. સરકાર હસ્તકની ઓઇલ કપંનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ભાવ 72.51થી ઘટીને 71.81 થયો છે.

ભારતના પેટ્રોલિયમ કોર્પોરેશન સહિત અન્ય બે રિટેલર પણ પેટ્રોલના ભાવમાં ઘટડો કરી શકે છે, જો કે તેમના ભાવમાં બે પૈસા સુધીનો તફાવત જોવા મળે છે. આઇઓસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવ ઑક્ટોબરથી અમલમાં આવે તે રીતે પેટ્રોલના ભાવ લીટરદીઠ 56 પૈસા ઘટાડવામા આવ્યાં છે.

આઇઓસીએ વધુમાં જણાવ્યું છે કે હાલ રૂપિયો ડોલર સામે મજૂબતી દર્શાવી રહ્યો છે જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ અને વધઘટ ઉંચી છે.

ગુજરાતમાં પેટ્રોલનો ભાવ

અમદાવાદ- 71.81
વડોદરા- 71.00
સુરત- 71.81
રાજકોટ- 71.33

English summary
Rupee gain 5 paisa against Dollar Petrol price 56 paisa down in India. In Gujarat Petrol price 70 paise down with tax reduced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X