For Quick Alerts
For Daily Alerts
સોમવારથી ગુજરાતમાં સવારે 10થી6 સુધી મળશે પેટ્રોલ
અમદાવાદ, 14 ઑક્ટોબરઃગુજરાત રાજ્યમાં બે હજારથી વધુ પેટ્રોલપમ્પ ઘારકોએ એક જ શિફ્ટમાં કામ કરવાનો નિર્ણય કરતા આગામી સમયમાં રાત્રી દરમિયાન મુસાફરી કરનારાઓને હાલાકીનો સામનો કરવો પડશે. પેટ્રોલિયમ પેદાશમાં કમિશન વધારવા સહિતના મુદ્દાઓનો સ્વિકાર કરવામાં નહીં આતા ફેડરરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલ ડીલર્સ દ્વારા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય સામે યુદ્ધ છેડ્યું છે.
અત્રે નોંધનીય છે કે સોમવારથી જ રાજ્યભરના પેટ્રોલપમ્પમાં આ પ્રકાર કામ કરવાની શરૂઆત કરવામાં આવશે, જેના કારણે નવરાત્રી દરમિયાન સૌથી વધારે હાલાકી ખૈલિયાઓને ભોગવવી પડશે.
રાજ્યમાં દર મહિને 45 કરોડ લિટર ડિઝલ અને 10 કરોડ લિટર પેટ્રોલનો વપરાશ થઇ રહ્યો છે. કમિશનમાં વધારાના મુખ્ય પ્રશ્ન સાથે પેટ્રોલિયમ મંત્રાલયને અનેક રજૂઆતો ડીલર્સ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોઇ નિવેડો આવ્યો ન હતો.
પેટ્રોલમાં લિટરે 50 અને ડીઝલમાં 25 પૈસા સુધી કમિશનનો વધારો કરવામાં ના આવે ત્યાં સુધી પેટ્રોલપમ્પમાં એક જ શિફ્ટમાં કામ કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે.