For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: જાપાનના સ્વાગતમાં અમદાવાદ રંગાયું લાલ રંગમાં

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેના સ્વાગતમાં આ રીતે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે અમદાવાદને. આબેની મુલાકાત પહેલા અમદાવાદની રોશનની તસવીરો જુઓ અહીં.

|
Google Oneindia Gujarati News

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાતના અમદાવાદની બે દિવસની મુલાકાતે છે. પહેલી વાર જિંનપિંગ પછી જાપાનના વડાપ્રધાન અમદાવાદની મુલાકાત લઇ રહ્યા છે. તો સામે પક્ષે અમદાવાદ પણ જાપાનના પીએમના સ્વાગતની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. મોંધેરા મહેમાનમાં સ્વાગતમાં અમદાવાદને કોઇ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. જે જગ્યાએથી બન્ને દેશોના પીએમનો કાફલો પસાર થવાનો છે ત્યાં મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં જાપાની સમેત હિન્દી, અંગ્રેજીમાં તેમનો સ્વાગત સ્તકાર કરવામાં આવ્યો છે. વળી રિવરફ્રન્ડ અને એલીસ બ્રીજ જેવા બ્રીજોની રોશની જોવા જેવી કરી છે. એટલું જ નહીં એરપોર્ટના રસ્તા પર ઠેર ઠેર નાના મંચ બનાવવામાં આવ્યા છે જેની પર ગુજરાતની ઝાંખી પીએમની મુલાકાત વખતે બતાવવામાં આવશે. ત્યારે અમદાવાદમાં જાપાનના વડાપ્રધાનની આ મુલાકાત પહેલા કેવા સોળ સણગાર કરવામાં આવ્યા છે તે જુઓ આ તસવીરોમાં...

અમદાવાદની રોશન

અમદાવાદની રોશન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જાપાનના ધ્વજની ઇમેજને લાઇટથી ઊભી કરવામાં આવી હતી. તો બીજી તરફ કેટલીક બિલ્ડીંગને પણ લાલ રંગની રોશનીથી સજાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જાપાનમાં લાલ રંગને ખુબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે જાપાનથી આવતા ડેલિગેટ્સ અને પીએમના ભવ્ય સ્વાગત માટે લાઇટનિંગમાં આ રીતની તૈયારી કરવામાં આવી છે.

અદ્ધભૂત નજરો

અદ્ધભૂત નજરો

રાત પડતા જ રિવરફ્રન્ટ, સુભાષ બ્રીજ જેવા અમદાવાદના રસ્તાઓ લાઇટનિંગના લીધે જોવા લાયક બની જાય છે. વધુમાં નવરાત્રી પણ આવી રહી છે ત્યારે આ લાઇટનિંગના કારણે તેવી લાગે છે કે જાણે અમદાવાદને કોઇને દુલ્હનની જેમ સજાવ્યું હોય.

સીદી સૈયદની જાળી

સીદી સૈયદની જાળી

ઉલ્લેખનીય છે કે જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન આ વખતે તેમની મુલાકાત દરમિયાન સીદી સૈયદની જાળીની મુલાકાત પણ લેશે. જે માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે હાલમાં જ અમદાવાદને દેશના પહેલા હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યો છે. ત્યારે અમદાવાદના આ ખાસ હેરિટેજની મુલાકાત પણ આબે કરશે.

એરપોર્ટ પર હોર્ડિંગ્સ

એરપોર્ટ પર હોર્ડિંગ્સ

એટલું જ નહીં એરપોર્ટના રસ્તા પણ દરેક જગ્યા ઝંડા લગાવવામાં આવ્યા છે. અને એરપોર્ટથી શહેર સુધીના રસ્તા પર ઠેર ઠેર જાપાની ભાષામાં પણ પીએમ મોદી અને જાપાનના પીએમના મોટા ફોટો સાથે બેનર લગાવેલા જોવા મળે છે.

એરપોર્ટ પછી

એરપોર્ટ પછી

એરપોર્ટથી હયાત હોટલ તરફ જતા રસ્તામાં વચ્ચે જાપાનના વડાપ્રધાન માટે નાના નાના મંચ બનાવવામાં આવ્યા છે. જેની પર ગુજરાતની ઝાંખી અને બાળકો દ્વારા તે દિવસે ગરબા કરવામાં આવશે. અને આ રીતે જાપાનના વડાપ્રધાનનું ખાસ સ્વાગત કરવામાં આવશે.

અમદાવાદની આભા

એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદના આ ફોટો ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમદાવાદ જાપાનના પીએમને આવકારવા માટે પૂરી રીતે સજ્જ થઇ ગયું છે. ત્યારે બુધવારે ગુજરાત ફરી એક વાર બીજા એશિયાના મોટા નેતા તેવા જાપાનના વડાપ્રધાનનું સ્વાગત કરશે.

English summary
Japan PM in India: See here photos of Ahmedabad before Japan PM Shinzo Abe visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X