
જુઓ નવરાત્રી પહેલા નવરાત્રીના રંગમાં રંગાયેલા ગુજ્જુઓને!
મંગળવારથી નવલી નવરાત્રી શરૂ થઇ જવાની છે ત્યારે ગુજરાતના નવરાત્રી પહેલાની ધૂમ જોવા જેવી છે. એક બાજુ જ્યાં લોકો પરંપરાગત કપડા પહેરી ગરબાની એક પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યાં જ બજારોમાં નવી સ્ટાઇલના ચણિયા ચોળીનું વેચાણ પણ ધૂમ થઇ રહ્યું છે.
એટલું જ નહીં પરંપરાગત ગરબા માટે રંગબેરંગી માટલાનું વેચાણ પર ફૂટપાથ પર થઇ રહ્યું છે. અને બ્યૂટીપાર્લરમાં પણ નવરાત્રી પહેલાની મહિલાઓ, પુરુષોની મોટી લાઇનો લાગી રહી છે. ત્યારે જે ઉત્સવમાં ગુજ્જુઓ વર્ષના 365 દિવસ રાહ જુએ છે તે હવે આવી ગયો છે.
ત્યારે નવરાત્રી પહેલા અમદાવાદ અને ગુજરાતના મોટા શહેરોનો શું નજારો છે. બજારમાં કેવી ધૂમ અને રંગત જોવા મળે છે. તેની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે આ આર્ટીકલ તમને કેવા લાગ્યો તે વિષે નીચેના કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા. તો જુઓ નવરાત્રી પહેલા રંગીલા ગુજરાતની તૈયારીઓની આ તસવીરો...

રંગીલી નવરાત્રી
નવલી નવરાત્રીની જોરદાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવરાત્રી પહેલા જ અનેક જાણીતા નવરાત્રી ગ્રુપો ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

પારંપરિક ગરબા
માથે માં અંબોનો ગરબો ઉપડીને પારંપરિક રીતે મહિલાઓ ગરબો કરી રહી છે. નવરાત્રી દરમિયાન પરંપરાગત રીતે માટલાની ગરબીમાં દિવા પ્રગટાવામાં આવે છે. જેનું અનોખું મહત્વ છે.

ગરબા શબ્દનો અર્થ
માટીના માટલામાં જ્યોત પ્રગટવી માતની પૂજા આ નવ દિવસો દરમિયાન કરવામાં આવે છે. ત્યારે ગરબા શબ્દ, સંસ્કૃત શબ્દ ગર્ભથી સંકળાયેલો હોઇ છે તેવું માનવામાં આવે છે.

ડાંડિયા રાસ
પરંપરાગત રીતે ડાંડિયા કે પછી હાથ તાળીથી ગરબા રમવામાં આવે છે અને આ દ્વારા માં અંબાની પૂજા કરવામાં આવે છે.

પ્રેક્ટિસ
ત્યારે નવરાત્રી પહેલા અનેક જાણીતા ગ્રુપો પરંપરાગત કપડા પહેરીને આ રીતે ડાન્સની પ્રેક્ટિસ કરે છે. ત્યારે જાણીતા ગ્રુપ પનધટની પ્રેક્ટિસના આ કેટલાક ફોટો.

રંગબે રંગી છત્રીઓ
ત્યારે આજ કાલ ગરબામાં ભારે કચ્છી વર્કના ચણિયા ચોળી અને કેડિયા સાથે રંગબેરંગી, આભલા અને હાથભરત વાળી છત્રીઓ લઇને ગરબા કરવાની પરંપરાએ પણ જોર પકડ્યું છે.

ચણિયા ચોળી- કેડિયા
ત્યારે આ નવરાત્રીમાં પણ લોકો નવી સ્ટાઇલ અને ફેશન સાથે ગરબામાં ખાસ નવું આકર્ષણ અને નવો ઉલ્લાસ ઊભો કરશે તે વાત તો પાક્કી છે.

બજારમાં ધૂમ
તો બીજી તરફ બજારમાં પણ નવરાત્રીની જોર શોપિંગ થઇ રહી છે. વળી રંગબેરંગી માટલાનું વેચાણ પણ હાલ ખૂબ જ થઇ રહ્યું છે.

માટલા
આ માટલાઓમાં દિવો મૂકી પરંપરાગત રીતે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે.

લો ગાર્ડનની ચમક
તો બીજી તરફ અમદાવાદના લો ગાર્ડનની ચમક ઝમક પણ આ સમયે ખાસ જોવા લાયક હોય છે. અહીંની ચણિયાચોળીની બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે.

નવરાત્રીના વધામણાં
ત્યારે માં અંબાની ભક્તિના, શક્તિના અને શ્રદ્ધાના આ નવલા નોરતાના આપ સૌને વધામણાં. સાથે જ દર વખતની જેમ આ વર્ષ પણ માંની કૃપા સૌ કોઇ પર થાય તેવી પ્રાર્થના.