For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસંગઠિત ક્ષેત્રના કામદારોના હક માટે ગુજરાત હાઇ કોર્ટમાં PIL

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 એપ્રિલ : ગુજરાતના ઓટોમોટિવ , ટેક્સટાઇલ , ફાર્મા , પ્લાસ્ટિક ઉદ્યોગમાં કામ કરતા અસંગઠિત કામદારો કર્મચારી તરીકે તેમના અધિકારનો દાવો કરવા માટે ગુજરાત હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે .

આ સંદર્ભમાં હાઇકોર્ટ એડ્વોકેટ નિહિલ મહેતા દ્વારા ફાઇલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના કુલ 2.5 કરોડ કામદારોમાંથી 83 ટકા કામદારો અસંગઠિત છે. એમ્પ્લોયર્સ તેમના પોતાના લાભ માટે શ્રમ કાયદાનો ભંગ કરે છે અને કામદારોને કાયમી અથવા હાનિકારક પ્રકારના વાતાવરણમાં કામ કરાવવા છતાં કામદારોને કર્મચારી તરીકેના ઉચિત લાભોથી વંચિત રાખે છે.

ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે આ બાબતે ગુજરાત સરકાર, લેબર કમિશનર, ડિરેક્ટર (ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી અને હેલ્થ ) અને રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનરને નોટિસ પાઠવી છે. PILમાં માંગ કરવામાં આવી છે કે હાઈ કોર્ટના એક નિવૃત્ત જજ, ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલના એક નિવૃત્ત પ્રેસિડન્ટ અને રોજગારદાતાના એસોસિયેશન અને કર્મચારીઓના એસોસિયેશનના બે સભ્યોના બનેલા પંચે રાજ્યમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોની વિગતો એકત્ર કરવી જોઈએ.

જાહેર હિતની અરજીમાં બાંધી મુદતની રોજગારી આપતા રોજગારદાતાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. જાહેર હિતની અરજી જણાવે છે કે, ગુજરાતમાં 2010માં ડિરેક્ટર ( ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી અને હેલ્થ ) માં લગભગ 37,000 ફેક્ટરીઓ નોંધાઈ હતી તેમાંથી માત્ર 5,418 ફેક્ટરીઓએ જ કોન્સોલિડેટેડ એન્યુઅલ રિટર્ન ફાઇલ કર્યા છે અને 3.4 લાખ જેટલા કામદાર રિપોર્ટ કર્યા છે.

તે વધુમાં જણાવે છે કે ફેક્ટરી એક્ટ, મિનિમમ વેજ એક્ટ, પેમેન્ટ ઓફ વેજ એક્ટ, મેટરનિટી બેનિફિટ એક્ટ, ધ ઇન્ટર સ્ટેટ માઇગ્રન્ટ વર્કર એક્ટ અને ઇક્વલ રેમ્યુનરેશન એક્ટની જોગવાઈ મુજબ ફરજિયાત એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવાના નિયમનો ભંગ થાય છે. પીઆઇએલ જણાવે છે કે સંબંધિત સત્તાવાળાઓ વૈધાનિક જોગવાઈઓ મુજબ પૂરતા રેકોર્ડ જાળવતા નથી.

રોજગારદાતાઓ કાયદા હેઠળ તેમનો કર બચાવવામાં, વિવિધ રજાઓ દાખલ કરીને અથવા પેકેજ મારફતે ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં અસંખ્ય લાભ મેળવી રહ્યા છે ત્યારે કામદારોનું શોષણ કરવામાં આવે છે. પીઆઇએલ વધુમાં જણાવે છે કે પ્રિન્સિપાલ એમ્પ્લોયરને લાઇસન્સ ઇશ્યૂ કરતી વખતે કે રિન્યૂ કરતી વખતે ફરજિયાત તપાસ કરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારોને ફેક્ટરીઓમાં મુખ્ય, મૂળભૂત અને છેવાડાના કામ કરવા માટે લાઇસન્સ આપવામાં આવ્યાં છે .

અગાઉ પ્રિન્સિપાલ એમ્પ્લોયર તેના 90 ટકા અસંગઠિત કામદારોની ભરતી જાતે કરતી હતી અને બાકીના 10 ટકાની ભરતી કોન્ટ્રાક્ટ એમ્પ્લોયર દ્વારા થતી હતી. આજે 80 ટકાથી વધુ કામદારો કોન્ટ્રાક્ટ પર છે.

English summary
PIL for unorganized labor rights in Gujarat High Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X