મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે
નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, રાજ્યના યુવાનો પાયલોટ બનીને રોજગારી મેળવી શકે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે.

જેના ભાગરૂપે આગામી સમયમાં મહેસાણા, અમરેલી અને અંકલેશ્વર ખાતે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.
વિધાનસભા ખાતે રાજ્યમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર હસ્તકની હવાઈપટ્ટીઓ ખાતે ટેન્ડર પદ્ધતિથી ૧૫૦૦ ચો.મી જગ્યા ફાળવવામાં આવે છે.
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૭૪ વિદ્યાર્થીઓ દ્વારા મહેસાણા પટ્ટી ખાતે તાલીમ મેળવી છે, જે પૈકી ૧૨૭ વિદ્યાર્થીઓને પાયલોટ માટેનું કોમર્શિયલ લાઇસન્સ પણ મેળવ્યું છે.












Click it and Unblock the Notifications
