PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા અમદાવાદમાં UAEના રાષ્ટ્રપતિ સાથે રોડ શો યોજ્યો
વાઈબ્રન્ટ ગુજરાતને લઈને વિવિધ દેશોના નેતાઓનું ગુજરાત આગમન શરૂ થઈ ગયુ છે. આ ક્રમમાં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ગુજરાત પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો છે.

વડાપ્રધાને UAEના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કર્યા બાદ 3 કિલોમીટર લાંબો મેગા રોડ શો યોજ્યો અને બન્ને નેતાઓ ગાંધીનગર વાઈબ્રન્ટ ગુજરાતમાં હાજરી આપશે.
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ ખાતે આ રોડ શો પુરો થયો. એક વરિષ્ઠ પોલીસ અધિકારી અનુસાર, આ કાર્યક્રમ માટે સંપૂર્ણ સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા છે.
બુધવારે, વડાપ્રધાન મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-10 નું ઉદ્ઘાટન કરશે. જણાવી દઈએ કે, UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન આ સમિટમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
બુધવારે સમિટનું ઉદ્ઘાટન કર્યા પછી મોદી મોટા વૈશ્વિક કોર્પોરેશનોના સીઈઓ સાથે મુલાકાત કરશે અને પછી ગિફ્ટ સિટી જશે. લગભગ 5:15 વાગ્યાની આસપાસ તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં પ્રભાવશાળી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે.












Click it and Unblock the Notifications
