Video: વડનગર પહોંચતા જ PM મોદીએ આ રીતે કર્યું માતૃભૂમિને વંદન
વડનગર પહોંચતા જ પીએમ મોદીએ જમીન પર ઝૂકી માતૃભૂમિને વંદન કર્યા હતા, પીએમ બન્યા પછી તેઓ પહેલીવાર પોતાના વતન ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાનની સૂચિમાં ઉમેરાઇ ગયું છે. વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ ત્રણ વર્ષની અંદર તેઓ અનેકવાર ગુજરાતની મુલાકાત લઇ ચૂક્યાં છે. તેઓ જ્યારે પણ ગુજરાત આવે ત્યારે પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને પણ એકવાર પોતાના માતા હીરાબાની મુલાકાત અચૂક લે છે. આ દરમિયાન તેઓ પ્રોટોકોલ, સુરક્ષા જેવી બાબતોની પણ ચિંતા નથી કરતા. પીએમ મોદીની આવી જ કેટીક બાબતોને કારણે દેશવાસીઓના મનમાં તેમના પ્રત્યે માનની લાગણી વધી જાય છે. વડનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે અહીં લોકોનું મન જીતી લીધું હતું.

રવિવારે 8 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન બન્યા બાદ પીએમ પહેલીવાર પોતાના મૂળ વતન વડનગર પહોંચ્યા હતા. વડનગરવાસીઓ પીએમના આગમનથી તો ઉત્સાહિત હતા, તો વડાપ્રધાન પણ પોતાના વતન પહોંચી એટલા જ ખુશ જણાતા હતા. તેમણે વડનગર પહોંચતા જ જમીન પર ઝૂકી માતૃભૂમિને વંદન કર્યું હતું અને માતૃભૂમિની ધૂળ હાથમાં લઇ માથે તિલક કર્યું હતું. તેમણે અહીં બી.એન.હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી અને પોતાના શિક્ષકને પણ મળ્યા હતા. ત્યાર બાદ તેમણે હાટકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાંથી બહાર નીકળતી વખતે તેમણે પોતાના ગામના વડીલો સાથે પણ મુલાકાત કરી હતી.
માતૃભૂમિને વંદન કરતા પીએમનો વીડિયો જુઓ અહીં...
#WATCH: #Visuals of Prime Minister Narendra Modi as he reached his school in #Vadnagar, #Gujarat pic.twitter.com/hIl6DRgI25
— ANI (@ANI) October 8, 2017












Click it and Unblock the Notifications
