PM મોદી: વિકલાંગ બહેનો અને ભાઇઓની સેવા કરવી આપણી ફરજ

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વડોદરા ઍરપોર્ટ પર ઇકો ફ્રેંડલી ઇંટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યુ હતુ. વળી તેમણે રેલવેની કાયાકલ્પ કરવા માટે રેલવે યુનિવર્સિટી બનાવવાનુ પણ એલાન કર્યુ હતુ. ત્યારબાદ તેઓ નવલખી મેદાનમાં વિકલાંગો માટે આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા અને વિકલાંગો માટે જરુરી ઉપકરણો વહેંચ્યા હતા.

baroda 1

આ કાર્યક્રમમાં પીએમ એ લોકોને સંબોધતા કહ્યુ કે ઉપકરણ વહેંચવા એ યોજનાનો એક નાનો ભાગ છે, વિકલાંગ બહેનો અને ભાઇઓની સેવા કરવી એ આપણી ફરજ છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, ' દરેક નિર્માણ કાર્યોમાં આપણે વિકલાંગ બહેનો અને ભાઇઓની જરુરિયાતોનું ધ્યાન રાખવુ પડશે. અમારુ કામ માત્ર યોજનાઓ બનાવવાનું નથી, પરંતુ જરુરિયાતમંદોનને લાભ પહોંચાડવાનું પણ છે.

baroda 2

પીએમે જણાવ્યુ કે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે, વળી, કાળા નાણા પર મોદીએ જણાવ્યું કે કાળા નાણાની ઘોષણા યોજના હેઠળ સરકારને 65 હજાર કરોડ રુપિયા પાછા મળ્યા. પહેલા જે પૈસા લીક થયા હતા, તેમાંથી અત્યાર સુધીમાં સરકારને એક લાખ કરોડ રુપિયા મળ્યા. પીએમ એ કહ્યું કે આ સર્જીકલ સ્ટ્રાઇક નહોતી, જો સર્જીકલ સ્ટ્રાઇક કરીશુ તો અંદાજો લગાવી શકાવી શકાય કે શું નીકળશે.

baroda 3

સરકારની સફળતાઓ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, ' ગેસ કનેક્શન મેળવવા માટે લોકોને ઘણી મહેનત કરવી પડતી હતી. સિલિંડરો માટે સાંસદોની ઓળખાણ લાવવી પડતી હતી. અમે નિર્ણય કર્યો કે જેની પાસે ગેસ કનેક્શન નથી, તેમને કનેક્શન આપવામાં આવશે. આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો મહિલાઓને થશે. શિક્ષા, સ્વાસ્થ્ય સુવિધાઓની ઉણપ અને ગરીબી જેવી સમસ્યાઓનું સમાધાન વિકાસ દ્વારા જ સંભવ છે.'

baroda 4

ઍરપૉર્ટ ઉદઘાટન દરમિયાન પીએમ એ કહ્યું કે ખુશીની વાત એ છે કે ભારતના કોચ્ચિ અને વડોદરા સ્થિત બે ઍરપોર્ટ્સ ગ્રીન મુવમેંટમાં સામેલ થઇ ચૂક્યા છે. આ બિલ્ડિંગ કોલસાની રાખમાંથી બનાવવામાં આવ્યુ છે. આનાથી ઇકોફ્રેંડલી હોવા સાથે મજબૂતી પણ મળે છે. પીએમ એ કહ્યું કે, ભારતમાં પર્યટનની અપાર સંભાવનાઓ છે અને મને આશા છે કે આ દિશામાં વડોદરા પોતાનો મહત્વનો ફાળો આપશે.

baroda 5

પીએમ મોદીએ જણાવ્યું કે મિડલ ક્લાસ ફેમિલીને પણ ટ્રેનમાં જવાનુ ગમતુ નથી. હવે તેમને પણ મન થાય છે કે તે એરટ્રાવેલ કરે. એક રીતે આ સ્ટેટસ સિમ્બોલ બનતુ જઇ રહ્યુ છે. ઉત્તમ એર કનેક્ટિવિટીથી પર્યટનને પણ વૃદ્ધિ મળશે અને તેનાથી આર્થિક વિકાસ પણ થશે, વળી, રેલવે માટે પીએમ એ કહ્યું કે દુનિયામાં ઘણી શોધો થઇ છે, જેમાંથી સૌથી પ્રાચીન શોધ રેલ છે, પરંતુ હવે આપણે રેલવેમાં પણ નવી ટેકનોલોજી લાવવાની જરુર છે.

baroda 6

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી 2014 ની લોકસભા ચૂંટણીમાં વારાણસી સાથે વડોદરાથી પણ જીત્યા હતા. જો કે તેમણે વડોદરાની બેઠક છોડી દીધી હતી.. છેલ્લા 3 મહિનામાં મોદીની ગુજરાતની આ ચોથી મુલાકાત છે. આગામી વર્ષે અહીં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે.

English summary
pm modi inaugurated ecofriendly airport at vadodara
Please Wait while comments are loading...