દરિયાના ખારાં પાણીને મીઠાં કરવાનું કામ શરૂ- વિજય રૂપાણી

દરિયાના ખારાં પાણીને મીઠાં કરવાનું કામ શરૂ- વિજય રૂપાણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને જામનગરમાં આજે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર, અમદાવાદ અને જામનગરની મુલાકાત લેશે. પીએમ મોદી જામનગરથી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. જામનગરમાં તેઓ 750 બેડ વાળા હોસ્પિટલ ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન પણ કરશે. ઉપરાંત જામનગરમાં તેઓ સૌની યોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાંત તેઓ જામનગરથી બાન્દ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. બાદમાં પીએમ મોદી અમદાવાદના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું વસ્ત્રાલથી ઉદ્ઘાટન કરશે. મેટ્રોનો વસ્ત્રાલવાળો રૂટ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. બાદમાં નવી સિવિલ હોસ્પિટલનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. પોતાના પ્રવાસના બીજા દિવસે પીએણ મોદી અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટની મુલાકાત લેશે. ઉપરાંત ગાંધીનગરમાં શિક્ષણ ભવન અને વિદ્યાભારતી ભવનનો પાયો માંડશે. લાઈવ અપડેટ માટે ફોલો કરતા રહો વન ઈન્ડિયા ગુજરાતી...

pm modi

Mar 04, 2019, 12:35 pm IST

જામનગરમાં અમૃત યોજના અંતર્ગત પીએમ મોદીએ 51 કિમી લાંબી પાઈપ લાઈનનું લોકાર્પણ કર્યું.
Mar 04, 2019, 12:33 pm IST

જામનગરમાં સમરસ હોસ્ટેલનું લોકાર્પણ કર્યું છે.
Mar 04, 2019, 12:32 pm IST

ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં ગરીબોને સારવાર મળે, વધુમાં વધુ ડૉક્ટરો મળે તે ઉદ્દેશ્યથી જીજી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે
Mar 04, 2019, 12:32 pm IST

દુષ્કાળને ભૂતકાળ બનાવવો છેઃ વિજય રૂપાણી
Mar 04, 2019, 12:31 pm IST

દરિયાના ખારા પાણીને મીઠું કરવાનું કામ આજથી ધોળિયાથી શરૂ કરી દેવામાં આવ્યું છેઃ વિજય રૂપાણી
Mar 04, 2019, 12:30 pm IST

નર્મદાના પાણી ઠેર-ઠેર પહોંચાડવા સૌની યોજનાના ત્રીજા તબક્કાનું કાર્ય શરૂ કરાઈ ગયું છે જે એક વર્ષમાં પૂર્ણ થશેઃ વિજય રૂપાણી
Mar 04, 2019, 12:29 pm IST

જામનગર-બાન્દ્રા ટ્રેનને પીએમ મોદીએ આપી લીલી ઝંડી
Mar 04, 2019, 9:45 am IST

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે સિવિલના આ નવા હોસ્પિટલમાં કેન્સર, આંખ, દાંત વગેરેનો ઈલાજ થશે.
Mar 04, 2019, 9:32 am IST

ઉપરાંત અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.
Mar 04, 2019, 9:32 am IST

બાદમાં પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં વસ્ત્રાલથી મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરાવશે.
Mar 04, 2019, 9:31 am IST

જામનગરથી પીએમ મોદી બાન્દ્રા-જામનગર એક્સ્પ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
Mar 04, 2019, 9:31 am IST

સૌરાષ્ટ્રમાં પીએમ મોદી આજે સૌની યોજનાનું ઉદ્ઘાટન કરશે.
Mar 04, 2019, 9:30 am IST

સૌથી પહેલા પીએમ મોદી જામનગરની મુલાકાતે આવશે, જામનગરમાં તેઓ ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ હોસ્પિટલમાં 750 બેડની વ્યવસ્થા છે.
Mar 04, 2019, 9:30 am IST

પીએમ મોદી આજે ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
Mar 04, 2019, 9:27 am IST

પીએમ મોદી આજે ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X