માતા હિરાબાને મળવા હોસ્પિટલ પહોંચ્યા પીએમ મોદી, રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સારા થવાની કામના કરી

પીએમ મોદી માતાની તબિયત બગડવાના સમાચાર મળતા જ અમદાવાદ આવવા રવાના થયા હતા. હવે પીએમ અહીં માતા સાથે મુલાકાત કરી રહ્યા છે.

અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડતા તેમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હવે પીએમ મોદી માતાની ખબર લેવા પહોંચ્યા છે. પીએમ મોદીને જાણ થતા જ તેઓ માતાને મળવા માટે રવાના થયા હતા. હાલ તેઓ માતા સાથે હોસ્પિટલમાં મુલાકાત કરી રહ્યા છે. હિરાબાને અમદાવાદની યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે અને એમની હાલત સ્થિર છે.

hiraba

તબિયત બગડતા જ માતા હિરાબાને યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે. હિરાબાને હોસ્પિટલમાં ભરતી કરાયા બાદ હોસ્પિટલ તરફથી હેલ્થ બૂલેટિન જારી કરીને તેમની તબિયતની માહિતી આપવામાં આવી હતી. અહીં તમને જણાવી દઈએ કે હિરાબા 100 વર્ષના છે અને હાલ તેમની તબિયત સ્થિર છે. પીએમ મોદી માતાની મુલાકાતે પહોંચતા હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.

એક તરફ પીએમ મોદી માતા હિરાબાને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે તો બીજી તરફ દેશના મોટા નેતાઓ હિરાબા જલ્દી સાજા થાય તેવી કામના કરી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને હિરાબા જલ્દી સાજા થાય તેવી કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે, મોદીજી આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X