Gujarat election: PM મોદીએ મલ્લિકાર્જુન ખડગેને આપ્યો જવાબ, કહ્યું- કોંગ્રેસને શ્રીરામ પર ભરોસો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ અમદાવાદમાં 53 કીમી લાંબો રોડ શો કરવાના છે. આ પહેલા પીએમ મોદીએ મલ્લિકાર્જીન ખડગેના નિવેદન બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસને શ્રી રામ પર ભરોસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ અમદાવાદમાં 53 કીમી લાંબો રોડ શો કરવાના છે. આ પહેલા પીએમ મોદીએ મલ્લિકાર્જીન ખડગેના નિવેદન બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસને શ્રી રામ પર ભરોસો નથી. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાવણનો ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં રેલી દરમિયાન પીએમ મોદીએ ખડગે પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ રામના અસ્તિત્વને નકારે છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ ભવ્ય રામ મંદિરનો વિરોધ કરે છે અને મને ગાળો આપવા માટે રાવણ લાવ્યો હતો.
ઉલ્લેખનિય છેકે અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો બપોરે 3:30 કલાકે શરૂ થવાની શક્યતા છે. PM મોદી માર્ગમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિત અગ્રણી હસ્તીઓના સ્મારકો પર ઓછામાં ઓછા 35 સ્ટોપ લગાવીને આજે સાંજે 6:30 વાગ્યા સુધી ચાલશે તેવી અપેક્ષા છે. ઠક્કરબાપાનગર, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, મણિનગર, દાણીલીંબડા, જમાલપુર ખાડિયા, એલિસબ્રિજ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુર, સાબરમતી એવા કેટલાક મતવિસ્તારો છે જેને વડાપ્રધાન આજના રોડ શોમાં કવર કરશે.












Click it and Unblock the Notifications
