For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં પીએમ મોદીનું કરાયુ ભવ્ય સ્વાગત, મહાસંમેલનને કર્યુ સંબોધીત, 21 હજાર કરોડની આપશે ભેટ

PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં સવારે માતા હીરાબાની મુલાકાત લઇ મોદી પાવાગઢ દર્શને પહોંચ્યા હતા. અને ત્યારબાદ PM મોદીએ વડોદરામાં મહાસંમેલને સંબોધન કર્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા મહિલાઓમાં અન

|
Google Oneindia Gujarati News

PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં સવારે માતા હીરાબાની મુલાકાત લઇ મોદી પાવાગઢ દર્શને પહોંચ્યા હતા. અને ત્યારબાદ PM મોદીએ વડોદરામાં મહાસંમેલને સંબોધન કર્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા મહિલાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે. તેમાં ગંગોત્રી પરિવાર દ્વારા સો જેટલી મહિલાઓએ હાથમાં કમળની મહેંદી મુકાવી છે.

PM Modi

જેમાં વડાપ્રધાન વડોદરાના લેપ્રસી મેદાન ખાતેના સ્ટેજ પરથી રૂ.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુર્હત કર્યું છે. બે લાખ જેટલી મહિલાઓને વિવિધ યોજનાના લાભો આપી લાભાન્વિત કરવાના છે ત્યારે મહિલાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. આજે નવાપુરા વિસ્તારમાં આવેલ ગંગોત્રી પરિવાર દ્વારા કમળ મહેંદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુ મહિલાઓએ હાથના પંજા પર ઉત્સાહભેર કમળ મહેંદી મુકવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 13 ના સ્થાનિક કાઉન્સિલર જ્યોતિબેન પટેલ તેમજ જાગૃતીબેન તથા ખાસ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.

ઉલ્લેખનીય છે કે વડોદરાના કુંઢેલા ગામમાં 743 કરોડના ખર્ચે નવું કેમ્પસ બનાવાશે. તથા રૂ.660.26 કરોડના પાણી વિતરણ પ્રોજેકટનું ઉદ્દઘાટન કર્યું છે. તેમજ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. જેમાં 1 લાખ 41 હજાર લોકોને ઘરે મળે તે માટે ખાતમુહૂર્ત કર્યું છે. તેમાં 5 લાખથી વધુ લોકોને સમાવી શકાય તેવી વ્યવસ્થા કરાઇ છે. તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો શુભારંભ કરાવ્યો છે.

તેમજ રેલવે વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયુ છે. જેમાં આદિજાતી તાલુકાઓ માટે પોષણ સુધા યોજનાનો શરૂ થશે. તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા મહિલાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે. તેમાં ગંગોત્રી પરિવાર દ્વારા સો જેટલી મહિલાઓને હાથમાં કમળની મહેંદી મુકાવી છે.

English summary
PM Modi's Grand Welcome in Vadodara, addressed to the people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X