PM મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે, 29 હજાર કરોડ રુપિયાની પરિયોજનાઓનુ કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી શરૂ થનારી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન રૂ. 29,000 કરોડના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી શરૂ થનારી તેમની બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન રૂ. 29,000 કરોડના મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં ભાવનગર ખાતે વિશ્વનુ પ્રથમ CNG(કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ટર્મિનલ, અમદાવાદમાં મેટ્રો ફેઝ-1 અને સુરતમાં ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ(ડ્રીમ) સિટીના ફેઝ-1નો સમાવેશ થાય છે તેમ ગુજરાત સરકાર દ્વારા બુધવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયુ છે.

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 'ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'ને લીલી ઝંડી બતાવશે અને 36મી રાષ્ટ્રીય રમતોનુ ઉદ્ઘાટન પણ કરશે જે ગુજરાતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી(BJP) સત્તા જાળવી રાખવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે(29 સપ્ટેમ્બર) સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક સભાને સંબોધિત કર્યા પછી તેમની યાત્રા શરૂ કરશે. આ દરમિયાન તે 3,400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે. સુરત બાદ ભાવનગર પહોંચ્યા બાદ વડાપ્રધાન આશરે રૂ.6,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેમાં વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને 'બ્રાઉનફિલ્ડ પોર્ટ'નો શિલાન્યાસનો સમાવેશ થાય છે.
ભાવનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં બપોરે 2 વાગ્યે એક સભાને સંબોધતા પહેલા વડાપ્રધાન 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે. અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે લગભગ 7 વાગે આયોજિત એક ભવ્ય સમારોહમાં મોદી 36મી નેશનલ ગેમ્સની શરૂઆતની જાહેરાત કરશે. નેશનલ ગેમ્સ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી મોદી રાત્રે 9 વાગ્યે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકારના નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે. વડા પ્રધાન શુક્રવારે ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની પ્રથમ 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'ને લીલી ઝંડી આપશે. તેઓ ગાંધીનગર રાજધાની રેલવે સ્ટેશનથી સવારે 10.30 કલાકે સેમી-હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી આપશે.
પીએમ મોદી અમદાવાદના ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી ટ્રેનમાં સવારી પણ કરશે. તેઓ કાલુપુરથી રૂ. 12,925 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા બહુપ્રતિક્ષિત અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. મોદી કાલુપુર ખાતે મેટ્રો ટ્રેનમાં સવાર થશે અને થલતેજ ખાતે દૂરદર્શન કેન્દ્ર પહોંચશે. જ્યાં તેઓ બપોરે 12 વાગે એક જાહેર સભાને સંબોધવાના છે.












Click it and Unblock the Notifications
