PM નરેન્દ્ર મોદી આજે આવશે અમદાવાદ, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો કરાવશે પ્રારંભ
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીના 30 દિવસ ચાલનારા મહોત્સવનો આજે પીએમ મોદી આજે સાંજે પ્રારંભ કરાવશે. દેશ-વિદેશથી લાખો લોકો હાજરી આપશે.
Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 14 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં આવી રહ્યા છે. આજે સાંજે પીએમ મોદી મહોત્સવનુ ઉદ્ઘાટન કરશે. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે. આ મહોત્સવ 30 દિવસ સુધી ચાલશે.

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનુ ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યાંથી 5.30 વાગે તેઓ ઓગણજ જશે. જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનુ ઉદ્ઘાટન કરશે. જેમાં વિદેશમાંથી પણ લાખો લોકો હાજરી આપવા માટે આવશે. દેશ-વિદેશથી સંતો-મહંતો સહિત વીવીઆઈપી લોકો અમદાવાદમાં આ કાર્યક્રમમાં સામેલ થશે. અમેરિકા, બ્રિટન, કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં રહેતા અને સ્વામીનારાયણના ભક્તો અમદાવાદના મહેમાન બનશે. 15 ડિસેમ્બરથી શરુ થનારા આ મહોત્સવમાં સહુ કોઈ વિના મૂલ્યે પ્રવેશ મેળવી શકે છે.

પ્રમુખસ્વામી મહારાજનગરમાં અનેક કાર્યક્રમો યોજાશે
પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનુ સ્થળ પ્રમુખસ્વામી મહારાજનગરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસમાં વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. વળી, અલગ-અલગ મહિલા કાર્યક્રમો, વિવિધય વિષયો પર એકેડેમિક કૉન્ફરન્સ તેમજ એસોસિએશનની કૉન્ફન્સ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. સંસ્કૃતિ દિન, ગૌરવ દિન, ગુરુભક્તિ દિન, સંવાદિતા દિન, સમરસતા દિન, આદિવાસી ગૌરવ દિન, અધ્યાત્મ અને આરોગ્ય દિન જેવા વિવિધ વિષયો પર કાર્યક્રમો યોજાશે.

સમાપન સમારંભમાં પણ આવશે પીએમ મોદી, અમિત શાહ
તમને જણાવી દઈએ કે શતાબ્દી સમારંભ માટે અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 600 એકર જમીનમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. અહીં પ્રમુખ સ્વામી મહારાજનગરમાં પ્રમુખ સ્વામીની 30 ફૂટ ઉંચી મૂર્તિ બનાવવામાં આવી છે. નગરની અંદર અક્ષરધામ મંદિરની ઝાંકી પણ બનાવવામાં આવી છે. બાલનગરી 6થી 7 હજાર બાળકો દ્વારા સંચાલિત કરવામાં આવશે. પ્રમુખસ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15 ડિસેમ્બરે નારાયણ સભા ગૃહનુ ઉદ્ઘાટન કરશે.ઑડિટોરિયમમાં 21 કાઉન્સિલ, 14 પ્રોફેશનલ અને 7 એકેડેમિક કાઉન્સિલ હશે. 80 હજાર સ્વયંસેવકો અને હજારો સંતોએ તૈયારી કરી છે. 250થી વધુ ખેડૂતો અને બિલ્ડરોએ જમીન આપી છે. 15 જાન્યુઆરીએ તેના સમાપન સમારોહમાં પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને અન્ય મહેમાનો હાજર રહેશે.












Click it and Unblock the Notifications
