For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે ગાંધીનગરથી નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે, જાણો આ ટ્રેનની ખાસિયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આજે નવી વંદે ભારત એક્સપ્રેસનુ ગાંધીનગરથી રવાના કરશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આજે નવી વંદે ભારત એક્સપ્રેસનુ ગાંધીનગરથી રવાના કરશે. વડાપ્રધાન મોદી ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહેશે. આ વંદે ભારત ટ્રેન ગુજરાતના નાગરિકો માટેની પલ્બિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો કરશે.

કવચ ટેકનિકનો ઉપયોગ

કવચ ટેકનિકનો ઉપયોગ

તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેનનુ થોડા દિવસ પહેલા સફળ ટ્રાયલ પણ કરવામાં આવ્યુ હતુ. દિલ્લીના બે રુટ પર સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડતી જોવા મળશે. વંદે ભારત ટ્રેનને પહેલી વાર કવચ ટેકનિકથી લૉન્ચ કરવામાં આવી રહી છે. આ ટેકનિકની મદદથી બે ટ્રેનની સામ-સામે થતી અથડામણ જેવી દૂર્ઘટનાઓ ટાળી શકાશે. આ ટેકનિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

વંદે ભારત ટ્રેનની વિશેષતા

વંદે ભારત ટ્રેનની વિશેષતા

સ્વદેશી સેમી-હાઈ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન 0થી 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં કવર કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઈડિંગ ફૂટસ્ટેપ્સ ઉપરાંત ટચ પ્રી સ્લાઈડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે. એસીના મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ સેન્ટર તેમજ મેઈન્ટેનન્સ સ્ટાફની સાથે કમ્યુનિકેશન તેમજ ફીડબેક માટે GSM/GPRS જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમિનિટિસવાળા બાયો વેક્યુમ ટૉયલેટ બનાવવામાં આવ્યા છે.

લેવલ-2 સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન

લેવલ-2 સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન

અંધ મુસાફરો માટે સીટોમાં બ્રેઈલ લિપિ સાથે સીટની સંખ્યા પણ કોતરવામાં આવી છે. ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-2 સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફૉર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં એસ્પિરેશન આધારિત ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રીકલ ક્યુબિલ્સ તેમજ શૌચાલયોમાં એરોલોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા સારા અગ્નિશામક સુરક્ષા ઉપાયો કરવામાં આવ્યા છે.

આયાતી ટ્રેન કરતા અડધા ખર્ચે તૈયાર થઈ વંદે ભારત ટ્રેન

આયાતી ટ્રેન કરતા અડધા ખર્ચે તૈયાર થઈ વંદે ભારત ટ્રેન

સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે વંદે ભારત ટ્રેન તૈયાર થઈ જાય છે. તેનો ખર્ચ લગભગ 100 કરોડ રૂપિયા થયો છે. પ્રધાનમંત્રી મોદી મેક ઈન ઈન્ડિયા દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ટ્રેનની મુખ્ય સિસ્ટમ્સને ભારતમાં ડિઝાઈન અને નિર્માણ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં ચાલનારી નવી વંદે ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અન્ય બે ટ્રેનો દિલ્લી-વારાણસી અને નવી દિલ્લી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચલાવવામાં આવી રહી છે. આઝાદી કા અત મહોત્સવ સમારંભના ભાગરુપે પીએમ મોદીએ ઓગસ્ટ 2023 સુધી દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

English summary
PM Modi to flag off new Vande Bharat Express from Gandhinagar today, Know its special features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X