પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગરમાં સેમકોન ઇન્ડિયા કોન્ફરન્સનું ઉદ્ધઘાટન કરશે
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવી પોચ્યા છે. આ બેદિવસમાં તેમના દ્વારા પ્રથમ દિવસે તેમણે રાજકોટ જિલ્લામાં વિવિધ વિકાસના કામોનું લોકાર્ણપ કર્યુ હતુ. આજના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાઁધીનગર ખાતે સેમિકોન પરિષદનું ઉદ્દઘટન કરશે.

પીએમ મોદી દ્વારા ખુલી મુકવામાં આવનાર સેમિકોન ઇન્ડિયા 2023 કોન્ફરન્સમાં તાઇવાનની કંપનીના ફઓક્સકોનના ચૈરમેન યંગ લિયુ તથા વેદાંતા ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષણવ સાથે ફઓક્સકોન વેદાન્તાના ચૈરમેન ઉપરાંત આણદ ખાતે 2,500 કરોડના ખર્ચે ચિપ્સનું એસેમ્બિગ યુનિટ સ્થાપવાની જાહેરાત કરનારી અમેરિકન કંપની આઇકોન ટેક્નોલોજીના પ્રેસિડેન્ટ સીઇઓ સજય મેહરોત્રા તેમજ એફ્લાઇડ મટિરિયલ્સ કેડેન્સ ડિઝાઇન સિસ્ટમ એએમડી જેવા કન્ડક્ટર કંપનીઓના પ્રેસિડેન્ટ અને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે .
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ કોન્ફરન્સ બાદ ગુજરાત ભાજપના ધારાસભ્યો અને સાસંદ સભ્યો સાથે ભોજન સંમારોહમાં હાજર રહેશે. આ સમારોહમાં વિદેશ મંત્રી જયશંકર પણ ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
