દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે
દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન એટલે કે ગેસ્ટ હાઉસ આવેલા છે જેમાં ગુજરાત માટે ગુજરાત ભવન નામના ગેસ્ટ હાઉસ છે પરંતુ હવે દિલ્હીમાં રાજ્ય સરકારની રજૂઆતને પગલે કેન્દ્ર સરકારે વધુ એક ભવન ગુજરાત સરકારને આપ્યું છે જેનું બીજી સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે..

131 કરોડના ખર્ચે બન્યું ભવન
ગુજરાત રાજ્ય સરકારના રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલ ગરવી ગુજરાત ભવન બાબતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે દિલ્હી ખાતે ગુજરાત રાજ્યનું બીજું એક ભવન બનીને તૈયાર થઈ ગયું છે જેનું ઉદઘાટન બીજી સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી કરશે, આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ સંસદ સભ્યો, રાજ્ય સભાના સભ્યો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના તમામ નેતાઓ હાજર રહેશે. ઉદઘાટન સમયે ગુજરાત સરકાર દ્વારા ખાસ પ્રકારનો કાર્યક્રમ પણ રાખવામાં આવશે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રમાં વધારો થાય અને વધુમાં વધુ સંખ્યામાં લોકો ગુજરાતની મુલાકાતે આવે તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

અકબર રોડ પર આવેલ છે
નવું બનેલ આ ગરવી ગુજરાત ભવન દિલ્હીના અકબર રોડ પર આવેલ છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યની ઝાંખી કરાવતા તમામ ક્ષેત્રના કલાકારો દ્વારા ખાસ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા અનેક સ્થળના પ્રવાસન ક્ષેત્ર વધે તે માટે પણ એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરવી ગુજરાત ભવન ની વિશેષતાઓ
રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવનમાં 19 જેટલા સ્વીટ રૂમ, 39 જેટલા સામાન્ય રૂમ, રેસ્ટોરન્ટ, પબ્લિક રૂમ, જીમ-યોગા સેન્ટર, 200 વ્યક્તિની કેપેસિટીના કોંફરન્સ રૂમ, ટેરેસ ગાર્ડન, લાયબ્રેરી અને આધુનિક સુવિધાથી સજ્જ ગુજરાતની કલા સંસ્કૃતિ પ્રમાણે કોતરણી પ્રમાણેનું બાંધકામ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
