PM મોદી 25 ફેબ્રુઆરીએ રાજકોટ એઈમ્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે AIIMS નું લોકાર્પણ કરશે. આ ગુજરાતની પ્રથમ અને એકમાત્ર AIIMS હશે.

રાજકોટમાં બની રહેલી એઈમ્સ 201 એકર જમીનમાં 1195 કરોડના ખર્ચે બની છે. તેનું 250 બેડનું ઇન્ડોર યુનિટ વડાપ્રધાન દ્વારા લોકો માટે ખુલ્લુ મુકાશે.

rajkot AIIMS

આ સિવાય વડાપ્રધાન 150 વર્ષ જૂની જનાના હોસ્પિટલની નવી 11 માળની ઇમારતને પણ સમર્પિત કરશે, જે 100 કરોડના ખર્ચે બની છે.

આ સિવાય 136 કરોડ અટલ સરોવરને ખુલ્લુ મુકશે. જો કે PMની મુલાકાત વિશે કોઈ સત્તાવાર વિગતો ઉપલબ્ધ નથી, એવું જાણવા મળ્યું છે કે આ મુલાકાતમાં જાહેર સભા અને રોડ શો હોઈ શકે છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં પહેલી એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં બની છે. લાંબા સમયથી માંગ થઈ રહ્યા બાદ આખરે ગુજરાતને તેની પહેલી એઈમ્સ હોસ્પિટલ મળવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X