For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ કેન્દ્રીય યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપુજન કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં વડાપ્રધાન આ ચોથી ગુજરાત મુલાકાત છે.

By Desk
|
Google Oneindia Gujarati News

વડોદરા : 17 જૂન, : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ આવતીકાલે કેન્દ્રીય યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપુજન કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં વડાપ્રધાનની આ ચોથી ગુજરાત મુલાકાત છે, જ્યાં તેઓ વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરશે.

Gujarat Central University

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે.

આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, થોડા મહિના પહેલા જ વડાપ્રધાનશ્રી એ રક્ષાશક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપીને ગુજરાતને મોટી ભેટ આપી હતી. સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ આપણી નવી યુવા પેઢી માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની ખાતરી તો આપશે જ, સાથે તે તેમને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે વિશાળ તકો પણ પ્રદાન કરશે.

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રમાશંકર દુબેએ આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ સંપૂર્ણપણે રહેણાંક, ગ્રીન કેમ્પસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જ્યાં અઢી હજાર વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરી શકશે. યુનિવર્સિટીના નવા કેમ્પસનો મુખ્ય દરવાજો ગુજરાત રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિના પ્રતિક સમાન છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2023માં પૂર્ણ થશે.

ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. એચ. બી. પટેલે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું કે, "યુનિવર્સિટીના નવા કેમ્પસમાં 5 મુખ્ય શૈક્ષણિક બ્લોક્સ હશે, જેમાં સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સ, લાઇફ સાયન્સ, નેનો સાયન્સ, એન્વાયર્નમેન્ટલ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એપ્લાઇડ મટિરિયલ્સ સાયન્સ, રાષ્ટ્રીય સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધ અને પ્રવાસી અધ્યયન જેવા વિશેષ વિષયોને આવરી લેવામાં આવશે. પ્રયોગ શાળાઓ અને તમામ લેક્ચર હોલ આંતરરાષ્ટ્રીય કક્ષાના અને આધુનિક સાધનોથી સજ્જ હશે.

English summary
pm-modi-will-lay-the-foundation-stone-of-new-campus-of-central-university
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X