70 વર્ષમાં જે કોંગ્રેસે ના કર્યું તે ભાજપે 1 વર્ષમાં કરી લીધું : PM

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલીતાણામાં કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, ચૂંટણી પ્રચાર માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર એક દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમણે પ્રાચી બાદ પાલીતાણામાં જનસભાને સંબોધી હતી. તેમણે આ પ્રસંગે કોંગ્રેસ પર અનેક પ્રહાર કર્યા હતા. અહીં તેમણે કહ્યું કે કોંગ્રેસને હંમેશાથી ગુજરાત અને ગુજરાતીઓ માટે નફરત છે. પહેલા તેમને સરદાર નડતા હતા, પછી મોરારજીભાઇ હવે મોદી નડે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસને જે 70 વર્ષમાં ના કર્યું તે ભાજપની અમારી સરકારે 1 વર્ષમાં કરી લીધું છે. 

modi

ગુજરાતનો માણસ

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતનો એક માણસ ત્યાં બેઠો છે. આ વખતે તમારે બન્ને હાથમાં લાડુ છે. આ તક એક સાચા ગુજરાતી તરીકે તમારે જતી ના કરવી જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે આ વખતે રાષ્ટ્રપતિ પણ તેવા વ્યક્તિ છે જેમનો ગુજરાત સાથે જૂનો સંબંધ છે. આ વખતે રક્ષાબંધન પર મને ગુજરાતની બહેનોએ રક્ષાબંધન પર ફોન કર્યો કે ટાઇમ આપો અને રાખડી બાંધવા આવીએ. મેં કહ્યું હું તો અહીં ત્રણ વર્ષથી છું તમે અહીં ક્યાંથી તો કહે અમે રાષ્ટ્રપતિના ઘરે મહેમાન થઇને આવ્યા છીએ. ગુજરાતની દલિત સમાજની 100 જેટલી બહેનો રાષ્ટ્રપતિને ત્યાં મહેમાન હોય તેવું કંદી બન્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આજે ગુજરાતમાં તેવો માણસ બેઠો છે જે ભાવનગરના 200 લોકોને નામથી જાણે છે. તમે તેવા માણસને વોટ આપશે કે પછી તેવાને જેને તમારી ભાષા પણ નથી સમજાતી.

ફકીર ગાંધીના વારસદાર

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસને સોનાની ચમટી મોંમાં લઇને જન્મેલા અને ગરીબને કદી ના જોઇ હોય તેવી પાર્ટી પણ કહી હતી. તેમણે કહ્યું કે એક બાજુ ફકીર ગાંધીના વારસદારો અને બીજી બાજુ રાજઘરાનામાં જન્મેલા ગાંધીના વારસદારો, નક્કી આપણે કરવાનું છે કે આપણે ફકીર ગાંધીના પગલે ચાલવું છે કે જે સોનાની ચમચીઓ લઈને પેદા થયા છે એમના પગલે ચાલવું છે.

modi

નર્મદા

વધુમાં અહીં પણ પીએમ નર્મદા મામલે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે નર્મદા પ્રોજેક્ટને રોકવા માટે જેટલા પણ ષડયંત્રો કરવા પડે એ બધા જ કોંગ્રેસ સરકારે કર્યા હતા. છેલ્લા 22 વર્ષમાં ભાજપે અવિરત વિકાસ કરીને ટેન્કર રાજનો અંત લાવી દીધો. કોંગ્રેસના દેશને લૂંટવાના જે રસ્તા હતા એ બધી ફાટકો અમે બંધ કરી દીધી માટે તમને પસીનો છૂટે છે, માટે જ તમને તકલીફ પડે છે દેશને તબાહ કરવાવાળી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સત્તા માટેના દીવાસ્વપ્ન જુએ છે.

રમખાણો

આ પ્રસંગે ગુજરાત અને કોંગ્રેસ શાસનમાં થયા કોમી તોફાનો તરફ ઇશારો કરતા મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજમાં 10 માંથી 7 રથયાત્રાઓ એવી હોય કે જેમાં કોમી રમખાણો થયા હોય. જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી નિર્દોષોના લોહી વહેવડાવાના કાળા કામો બંધ થઈ ગયા વધુમાં મોદીએ કોંગ્રેસ પર જાતિવાદનું રાજકારણ રમવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ગુજરાતનો વિકાસ

મોદીએ કહ્યું કે અમે શું કર્યું એ જોવું હોય તો લાંબુ જવાનું જરુર નથી, જરા ઘોઘા-દહેજની રો-રો ફેરી સર્વિસમાં આંટો મારી આવો તો ખબર પડશે કે અમે શું કર્યું. કોંગ્રેસ વિકાસ, ગુજરાત અને મોદીને ધિક્કારે છે અને હવે તેઓ પરસેવાને પણ ધિક્કારે એનું કારણ એ છે કે તેમને ક્યારેય જીવનમાં પરસેવો પાડ્યો નથી અને સખત મહેનત કરી નથી. તેઓ સખત મહેનત કરતા દરેકની મજાક કરે છે આ તેમની ગરીબ વિરોધી માનસિકતા છે.

English summary
Gujarat Elections 2017: PM Narendra Modi addresses Public Meeting at Palitana.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.